હરિદ્વારમાં ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ખતરનાક અકસ્માત, ચાર યુવાનોના ઘટના સ્થળે જ મોત

Haridwar Accident: ગત મોડી રાત્રે હરિયાણાથી હરિદ્વાર ફરવા જઈ રહેલા પાંચ યુવકની કાર રોડની સાઈડમાં ઉભેલા એક ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ યુવકોનું (Haridwar Accident) ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે એક યુવકએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

હરિદ્વારમાં બહાદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના શનિદેવ મંદિર પાસે એક દુઃખદાયક રોડ દુર્ઘટના થઈ હતી. હાઇવે પર હરિયાણાના યુવકોને અકસ્માત નડ્યો હતો. અનિયંત્રિત કાર રોડ પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. જેના લીધે ચાર યુવકોના મૃત્યુ થઈ ગયા હતા.

તમે જે એક યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો, જેને મોટી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત થતી જાણકારીઓ અનુસાર બુધવારની મોડી રાત્રે હરિયાણાથી પાંચ યુવકો હરિદ્વાર ફરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર અનિયંત્રિત થઈ રોડ કિનારે ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી.

આ ટક્કર એટલી ભયાનક હતી કે કારના ચીથડા ઉડી ગયા હતા. તેમજ કારમાં મુસાફરી કરી રહેલા કેયુરસિંહ, આદિત્ય અને મનીષના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. બે ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રકાશને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

ગંભીર રીતે ઘાયલ મહિપાલને ડોક્ટરોએ મોટી હોસ્પિટલમાં મોકલી દીધો હતો. પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી નરેશ રાઠોડ એ જણાવ્યું હતું કે આ પાંચ યુવાનો એક જ ગામ લીસાડી, જિલ્લો રેવાડી, હરિયાણાથી હતા. પરિવારને જાણકારી આપવામાં આવી છે. ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.