Whale Fish Vomit: રાજ્યને હરિયાળુ બનાવવા માટે સામાજીક વનીકરણ વિભાગ અસરકારક કામગીરી કરી રહ્યું છે. પરંતું ફક્ત રાજ્યને હરિયાળુ જ નહી વનસંપદાઓ ઉપર નભતા પશુ પક્ષીઓનું રક્ષણ કરી એક સંતુલિત સમાજનું નિર્માણ કરવાનું ઉદ્દેશ પણ સામાજીક વનીકરણ વિભાગ ધરાવે છે. અસામાન્ય લાગતી તેઓની કામગીરીમાં જાહેરજનતાએ ઘણી વખત જાણવા અને શિખવા(Whale Fish Vomit) યોગ્ય બનાવો બનતા હોય છે. આવો એક બનાવ નવસારી જિલ્લામાં તાજેતરમાં બન્યો છે. સામાજીક વનીકરણ વિભાગ નવસારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ના અનુસૂચિ -1થી સંરક્ષીત વ્હેલ માછલીની ઉલ્ટી “એમ્બર ગ્રીસ”નું ગેરકાયદેસર વેચાણ અને વાહતુકની પ્રવૃતિ પર વોચ રાખી આવી પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
છટકું ગોઠવવામાં આવ્યું હતું
તાજેતરમાં આ કામગીરી અન્વયે સુપા રેંજના કર્મચારીઓને ખાનગી બાતમી દરમિયાન ગત તા.06-08-2024ના રોજ શંકાસ્પદ વાહન નં. 1. GJ 21 4926,2. GJ 15 K 6863ની હિલચાલ નવસારીમાં જોવા મળતા સુપા રેંજ સ્ટાફ દ્વારા સુપ્રીમ હોટેલ ગ્રીડ નવસારી પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકું સફળતા પુર્વક પાર પાડતા વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બર ગ્રીસ)નું ગેરકાયદેસર વેચાણ કરતાં ઇસમોને “એમ્બર ગ્રીસ” સાથે રંગે હાથ ઝડપી પાડી તે ઇસમો વિરૂધ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુન્હો દાખલ કરી જરૂરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ 4 આરોપીઓની જામીન અરજી મે.જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ, નવસારી (ફ.ક.) દ્વારાના મંજૂર કરી દેવામાં આવી હતી. આ આરોપીઓના રિમાન્ડ દરમિયાનની તપાસમાં નવસારી જિલ્લા સામાજીક વનીકરણ વિભાગના સુપા રેંજ સ્ટાફ દ્વારા વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બર ગ્રીસ)નો 1.360 કિ.ગ્રા. જેટલો જથ્થો વલસાડથી પકડી પાડ્યો હતો. “એમ્બર ગ્રીસ“ એટલે કે વ્હેલ માછલીની ઉલ્ટી જેની અંદાજીત બજાર કિંમત 2 કરોડ છે.
આરોપી નવસારીની કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા
આ જથ્થા અને આરોપીઓને ગત તા.20 ઓગસ્ટ 2024ના મે.ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ નવસારીની કોર્ટમાં દાખલ કરતાં મે. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ નવસારીની કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં સરકાર પક્ષે સરકારી વકીલ તુષાર સુલે દ્વારા ધારદાર રજૂઆત કરી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ના ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીઓનું ગુન્હામાં મુખ્ય રોલ અને આવા ગુન્હાઓથી પર્યાવરણ અને વન્ય જીવસૃષ્ટી પરની ગંભીર અસરો અને આવા પ્રકારના ગુન્હાઓમાં અલગ-અલગ જજમેન્ટો સાથે વિગતવારની રજૂઆતો કરી હતી.
આ તમામ રજૂઆતો સાંભળી તપાસના સાંધનીક કાગળો રજુ કરાતા મે.ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ નવસારીની કોર્ટ દ્વારા ચારો આરોપીઓના જમીન અરજી ના મંજૂર કરી દેવામાં આવી હતી. તમામ આરોપીઓ હાલ જેલમાં છે.
શું છે વન્યજીવ સંરક્ષણનો કાયદો?
ભારત સરકારે વર્ષ 1972માં ભારતીય વન્ય જીવ સંરક્ષણનો કાયદો પસાર કર્યો હતો. તેનું હેતુ વન્યજીવોના ગેરકાયદેસરના શિકાર, માંસ અને તેમના ચામડાના વ્યાપારને લગતા ગુન્હા રોકવા માટેનો હતો. જેમાં 2023 મા સુધારો કરી વન્યજીવ સંરક્ષણ કાયદો 2022 તરીકે ઓળખાય છે. તેની હેઠળ દંડ અને સજાને ઘણી સખત કરી દેવામાં આવી હતી. આ કાયદો માત્ર જંગલી પ્રાણીઓ માટે જ નહીં પરંતુ બીજા ઘણા પક્ષીઓ અને વૃક્ષોનું રક્ષણ કરવાનો પણ છે. આ કાયદામાં કુલ 2 અનુસૂચિ છે. જે અલગ અલગ રીતે વન્યજીવોને સુરક્ષા આપે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App