હાથરસની ઘટનાનું ગુજરાતમાં થયું પુનરાવર્તન: ઉંઘની દવા પીવડાવી માત્ર 17 વર્ષીય સગીરા પર 4 નરાધમોએ આચર્યું દુષ્કર્મ

હાલમાં જેમ-જેમ સમગ્ર દેશમાં કોરોનાનો વ્યાપ સતત વધતો જ જઈ રહ્યો છે ત્યારે આની સાથે જ સમગ્ર દેશમાં સ્ત્રીઓની સાથે થઈ રહેલાં શારીરિક તેમજ માનસિક અત્યાચારની ઘટનાઓમાં પણ સતત વધારો જ થતો જાય છે. ઉત્તરપ્રદેશમાં આવેલ હાથરસ ગામમાં માત્ર 19 વર્ષની યુવતી પર ગેંગરેપની ઘટનાનાં પડઘા હજુ શાંત થયા નથી ત્યાં તો ગુજરાતમાં આવેલ જામનગરમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.

જામનગરમાં આવેલ યાદવનગરમાં રહેતી માત્ર 17 વર્ષની સગીરા પર કુલ 4 નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ છે. આની વિશેની જાણ પોલીસને થતા જ ઘટનાસ્થળ પર દોડી જઈને પરિવારજનોના નિવેદન નોંધીને કુલ 3 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે તેમજ એક શખ્સ હજુ ફરાર થયેલ છે. સગીરાને ઉંઘની દવા પીવડાવીને કુલ 4 શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સગીરાને હોસ્પિટલ ખસેડવામાં આવી :
કુલ 4 શખ્સો દુષ્કર્મ આચર્યા પછી ભાગી ગયા હતા. પરિવારજનો દ્વારા સગીરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે સગીરાનુ નિવેદન નોંધીની તપાસ હાથ ધરી છે. જામનગર ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસનો કાફલો દોડી જઈને તપાસ હાથ ધરી છે. તમામ લોકો આ 4 શખ્સો પર ફિટકાર વરસાવી રહ્યા છે.

હાથરસની ઘટનાને લઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન :
ઉત્તરપ્રદેશમાં આવેલ હાથરસ ગામમાં માત્ર 19 વર્ષની યુવતી પર કુલ 4 શખ્સોએ દુષ્કર્મ આચરીને જીભ કાપી નાખી હતી. ત્યારબાદ આ યુવતીનું કરુણ મોત થયું હતું. આ ઘટનાનાં પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. હજુ પણ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર આ ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. રાજ્યમાં આવેલ રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વિરોધ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *