હાલમાં અશોકભાઈ અને પત્ની જ્યોત્સ્ના બહેનની હત્યા કરી રૂપિયા 2.45 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયેલા 4 લૂંટારા ઓળખાઇ ગયા છે. પોલીસ દ્વારા 200 કરતાં પણ વધારે સીસીટીવીના ફૂટેજ જોયા હતા. જેમાં ચારેય લૂંટારા 2 બાઈક ઉપર આવ્યા હોવાનું પુરવાર થયું હતુ.
જોકે હજુ સુધી લૂંટારા પોલીસની પકડમાં આવ્યા નથી. પરંતુ તેમના ફોટા અને જે બાઈક લઈને આવ્યા હતા તેના આધારે ચારેય લૂંટારા અને હિસ્ટ્રીશીટર ચોર-લૂંટારા હોવાનું પોલીસ તપાસમાં પુરવાર થયું છે. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી અમદાવાદ છોડીને બહાર ભાગી ગયા છે. પરંતુ પોલીસે તેમનો ટ્રેક શોધી કાઢયો છે.
પોલીસે હેબતપુર અને આસપાસના વિસ્તારના 200 જેટલા સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં ચારેય આરોપી ઓળખાઈ ગયા હતા. આ ઉપરાંત સોસાયટી તેમજ આસપાસના વિસ્તારમાં પોલીસે 70 કરતાં પણ વધારે લોકોની પૂછપરછ કરી માહિતી મેળવી.
અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનનો દીકરો હેતાર્થ 6 વર્ષથી દુબઈ રહે છે. બંને અવાર-નવાર દુબઈથી અમદાવાદ અવર-જવર કરતા હોવાથી તેમની પાસે સોનુ વધારે મળવાની શક્યતા હોવાથી લૂંટારુઓ તેમના બંગાલને ટાર્ગેટ કર્યો હતો. જોકે, તાજેતરમાં દુબઈમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી તેઓ 3 મહિનાથી દુબઈ ગયા ન હતા.
જ્યોત્સ્નાબહેન રોજ સવારે બહારના રોડ ઉપર 30 મિનિટ માટે ચાલવા જાય છે. જ્યારે અશોકભાઈ તેમની સાથે ચાલવા જતા નથી. જેથી જ્યોત્સ્નાબહેનની ગેરહાજરીમાં બંગલોમાં ઘૂસી અશોકભાઈ સાથે મારપીટ કરી બંધક બનાવીને દાગીના-પૈસા અને ગાડી લૂંટી જવાની લૂંટારાઓની યોજના હોવાની શંકા પોલીસે વ્યકત કરી હતી.
સોલા વિસ્તારમાં એકલા રહેતા માત્ર 156 સિનિયર સિટિઝનોએ જ પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી છે. જેથી પોલીસે સિનિયર સિટિઝનને નોંધણી કરાવવા વિનંતી કરી છે. અશોકભાઈના બંગલોમાં 4 કબાટ લૂંટારુઓએ ફેંદયા હતા. પોલીસે કબાટમાં તપાસ કરતા રૂપિયા 48 હજાર મળી આવ્યા હતા. જ્યારે આ સિવાયના રૂપિયા 50 હજાર લૂંટારાઓ સાથે લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના હેબતપુર શાંતિ પેલેસ બંગલોઝમાં બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle