આજકાલ અવરનવાર એવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં અબોલ પ્રાણીઓને માર મારવામાં આવતો હોય છે. ઘણા કિસ્સામાં તો તેમનું મોત પણ નીપજતું હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજસ્થાનના અલવરમાંથી સામે આવ્યો છે જેમાં એક નિર્દય વ્યક્તિએ કુતરાને ક્રૂરતાપૂર્વકે મોતને ઘાટ ઉતાર્યો હતો.
આરોપીએ આ કૂતરાને દોરી વડે બાંધીને એક પછી એક તેના ત્રણ પગ કાપી નાખ્યા હતા. કૂતરું તડપી રહ્યું હતું, તેમ છતાં આરોપીને એના પર દયા ન આવી. આખરે આ અબોલ જીવનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા આ ઘટનાના સંબંધમાં એક જ પરિવારના 4 સભ્યો સામે પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ SSI રામભજન મીણાએ જણાવ્યું હતું કે, રાની વિસ્તારના અશોકે એક કૂતરું પાળ્યું હતું. બુધવારે સવારે 7:30 વાગ્યે બાબુ, સંતોષ, સોનુ અને જિતુ દ્વારા કૂતરાનું ખેતરમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. આ આરોપીઓએ ધારદાર હથિયાર વડે અબોલ જીવના 3 પગ કાપી નાખ્યા હતા.
ત્યારબાદ લગભગ 2 કલાક સુધી કૂતરું તડપી રહ્યું હતું. આ ઘટનાની જાણ કૂતરાના માલિકને થતાં તે પણ ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓ તેમને પણ મારવા માટે પાછળ દોડ્યા હતા. આ દરમિયાન ઈજાગ્રસ્ત કૂતરાનું વધારે માત્રામાં લોહી વહી જતાં કરુણ મોત નીપજ્યું હતું. પીડિતે જણાવ્યું હતું કે, આરોપીને શંકા હતી કે તેમની બકરીને આ કૂતરું ઉઠાવી ગયું છે. પરંતુ, સત્ય તો એ હતું કે તેમની બકરીને ગલીના કૂતરાઓ ઉઠાવી ગયા હતા.
પોલીસ દ્વારા કેસ દાખલ કરીને મૃતદેહનું રાની પશુ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. અહીંના પશુ ચિકિત્સકે જણાવ્યું હતું કે, કૂતરાનું મૃત્યુ વધુપડતા રક્તસ્ત્રાવને કારણે નીપજ્યું છે. જેથી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, 4 આરોપી વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેમની ધરપકડના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
પીપલ્સ ફોર એનિમલ રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલે કહ્યું હતું કે, આ પ્રકારનું કૃત્યુ અમાનવીય અને હૃદય કંપાવી નાખે એવું છે. આની વિરુદ્ધ પોલીસ દ્વારા જુદી-જુદી કલમો અંતર્ગત કેસ દાખલ કરવો જોઈએ. જેથી બીજા લોકો આમ કરતાં પહેલાં 100 વખત વિચારે. આ ઉપરાંત આ ઘટના અંગે તે ઉચ્ચ અધિકારી સાથે વાતચીત પણ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.