Selvas Accident: સેલવાસના દુધની ગામ મેઘા મેઢાની હદમાં કાર મોટા પથ્થરો સાથે ભટકાયા બાદ ત્રણથી ચાર પલટી ખાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં સુરતના કાર સવાર પાંચ પૈકી ચાર વ્યકિતઓના ઘટના સ્થળે મોત થયા હતા. એક શખ્સને ઇજા (Selvas Accident) પહોંચી હતી. દુધનીમાં ઘાટ ઉતરતી વેળા ઘટના બની હતી. લોકોએ ભારે જહેમત બાદ ચાર વ્યકિતઓની લાશ ભારે જહેમત બાદ બહાર કાઢી હતી.
સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
પ્રાપ્ત માહિતિ અનુસાર સુરત ખાતે રહેતા સુનિલ કાલિદાસ નિકુંજ (ઉ.વ.24), હસમુખ માગોકિયા (ઉ.વ.45), સુજીત પરસોતમ કલાડીયા (ઉ.વ.45), સંજય ચંદુભાઇ ગજ્જર (ઉ.વ.38) અને હરેશ વડોહડીયો (ઉ.વ.38) કાર નં.(જીજે-05-જેપી-6705) માં સેલવાસના પર્યટક સ્થળ દુધનીની સહેલગાએ નિકળ્યા હતા.
દુધની નજીકના ઉપલા મેઢા ગામની હદમાં ઘાટ ઉતરતી વેળા અચાનક કાર ચાલકનો સ્ટીયરીંગ પરનો કાબુ જતો રહેતા રોડ નજીક પથ્થરના ઢગ સાથે કાર અથડાયા બાદ ત્રણથી ચાર પલટી ખાતા ગમખ્વાર અકસ્માત થયો હતો.
અકસ્માતના પગલે અરેરાટી મચી
અકસ્માતને પગલે ગામના આગેવાનો સહિત લોકો દોડી ગયા હતા. બાદમાં લોકોએ કારમાં ફસાયેલા પાંચ વ્યકિતઓને બહાર કાઢવા કવાયત આદરી હતી. ભારે જહેમત બાદ એક પછી એક હસુખ, સુજીત, સંજય અને હરેશની લાશ બહાર કાઢી હતી. જ્યારે ઇજાગ્રસ્ત સુનીલને પણ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તમામ લાશનો કબજો લઇ પી.એમ. માટે મોકલી દીધી હતી.
ગઈકાલે નવસારી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો
નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર ગતરોજ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ આશાસ્પદ યુવાનોના મોત થયા છે. તેમજ આ અકસ્માતમાં ત્રિપલ સવાર ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હાંકતા બાઇક બસ સ્ટેન્ડમાં અથડાયું હતું. અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણેય યુવક મિત્ર હોવાનું જાણવા મળ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App