ગુજરાત(Gujarat): બારડોલી(Bardoli)ના મહુવા(Mahuva) તાલુકાના ધામખડીના(Dhamkhadi) 24 વર્ષના યુવાન અંકિત જીવણભાઈ પટેલે ઓનલાઈન ગેમ(Online game)ના વ્યસનમાં ડૂબી ગયો હતો. ઓનલાઈન ગેમમાં મોટું દેવું થઇ જવાને કારણે ચિંતામાં ને ચિંતામાં આપઘાત કરવાનો અંતિમ નિર્ણય લીધો હતો. આ દરમિયાન તેની સુસાઇડનોટ મળી આવી હતી, જેમાં તેણે પોતાની વ્યથા કહી હતી. જોકે મૃતક યુવાનનાં પરિવારજનોએ તેના મોત અંગે અનેક પ્રકારની શંકાઓ વ્યક્ત કરી હતી. કાળજું કંપાવનારી વિગત તો એ છે કે, મૃત્યુ પામેલા યુવાનનાં માતા-પિતા બન્ને મૂકબધિર છે.
જણાવી દઈએ કે, મૂકબધિર માતા-પિતાએ ઓનલાઈન ગેમના પાપે એકના એક વહાલસોયા દીકરાને ગુમાવવાનું દર્દ સહન કરવું પડી રહ્યું છે. ઓનલાઈન ગેમના ચક્કરમાં ફસાઈને ચિંતામાંને ચિંતામાં આ દુનિયા છોડવાનો અંતિમ નિર્ણય લીધો તે પહેલા અંકિતકુમાર પટેલે પોતાની વ્યથા એક સુસાઇડનોટના સ્વરૂપમાં કાગળ પર લખીને રજૂ કરી હતી.
હાલમાં તો આ પ્રકારનો બનાવ વાલીઓ માટે ખુબ જ ચેતવણીરૂપ કહી શકાય છે. જોવામાં આવે તો યુવાનના મોત અંગે ગ્રામજનો અને પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી હતી. અત્યારે તો યુવાનના મોત અંગે અનેક તર્કવિતર્કો લોકોમાં ચાલી રહ્યા છે. ત્યારે પોલીસે સુસાઈડનોટ કબજે કરીને એ દિશામાં આગળની તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.
જાણો સુસાઇડ નોટ શું લખ્યું હતું યુવાને:
I am Really Sorry, મને બવ સમજાવ્યા છતાં પણ મેં નઇ સુધર્યો. મેં સતત ગેમ રમવાનું ચાલુ રાખ્યું. હવે એ જ ગેમ મારા અંતનું કારણ બની ગઈ. રમી ગો એપ્લિકેશન એ મારી સાથે ફ્રોડ કરીને મારી પાસેથી અત્યારસુધીમાં 4 લાખ રૂપિયા લઈ લીધા અને બધી લોન ભૂલમાં લેવાઈ ગઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.