બહેરા મૂંગા બાળકો માટે લાખોના ખર્ચે થતી સર્જરી સુરતની સુદીપ હોસ્પિટલ મુંબઈની સેવાકીય સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે કરી આપશે

Published on Trishul News at 2:35 PM, Sun, 15 October 2023

Last modified on October 15th, 2023 at 3:51 PM

Operation at Sudeep Hospital for Deaf and Mute Children: દરેક બાળકને સાંભળવાનો અધિકાર છે જેથી એમનો સર્વાંગી વિકાસ થાય. ભારતમાં દર મિનિટે 6000 બાળકોના જન્મ થાય છે, એમાં દર 1000 બાળકોમાં એક બાળક બહેરા મૂંગા તરીકે જન્મ લે છે. આમ દર મિનિટે આપણા દેશમાં છ બાળકો બહેરા અને મૂંગા જન્મે છે. દેશમાં બે લાખથી વધુ બાળકો જન્મજાત આ પીડા થી રીબાય રહ્યા હોવાના આંકડા સામે આવ્યા છે. બહેરા મૂંગા બાળકોને બોલતા અને સાંભળવા કરવા માટેનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી ઓપરેશન બાળકના જન્મના ત્રણ વર્ષ સુધીમાં જ કરવાથી વધુ સારી સફળતા મળે છે. જો કાન નું ઓપરેશન સફળ થાય તો બાળક બોલતું થઈ જાય છે ઓપરેશન બાદ 90 ટકા પરિણામ સફળ રહ્યા છે.

વન ટુ વોક અને ટુ ટુ ટોક ને સાર્થક કરવા સિટીલાઈટ ની સુદીપ હોસ્પિટલમાં હવે જન્મજાત બહેરાશ વાળા બાળકોની ફ્રી સર્જરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ મુંબઈની એક સંસ્થાના સહયોગથી કરાયેલા આ આયોજનના ભાગરૂપે રવિવારના રોજ દક્ષિણ ગુજરાત નું પહેલું ઓપરેશન કરાયુ હતું. ડો. પ્રયત્ન કુમાર (ENT સર્જન) એ કહ્યું હતું કે બાળકો સાંભળી અને બોલી શકે એવો સર્વાંગી વિકાસ એ એમનો હક્ક છે. દેશમાં 2 લાખથી વધુ બાળકો જન્મજાત આ પીડા થી રિબાય રહ્યા હોવાના આંકડા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં બાળકના જન્મ બાદ ENT અને હૃદય ના ટેસ્ટ થયા બાદ રિપોર્ટ આપી બાળક નોર્મલ હોવાનું સર્ટિફાઈ કરવામાં આવે છે. વિદેશોમાં પણ જન્મની સાથે જ આવી તમામ તપાસ થાય છે. જોકે વિકાશીલ ગુજરાતમા આવી જોઈ સુવિધા નથી. શિશુ જન્મના ત્રણ મહિના બાદ બાળક બહેરા અને મૂંગા હોવાની જાણ થાય છે એ દુઃખદ બાબત છે.

ડો. પ્રયત્ન કુમાર (ENT સર્જન) એ જણાવ્યું હતું કે આવું માત્ર એક સેવાભાવી સંસ્થા ના સહકારથી જ શક્ય બની શકે છે. મુંબઈની રાધા મોહન મેહરોત્રા મેડિકલ રિલીફ ટ્રસ્ટ દ્વારા દેશભરના 500 થી વધુ બહેરા મૂંગા બાળકોના 7 વર્ષમાં ઓપરેશન કરાવ્યા અને બાળકોના સર્વાંગી વિકાસમાં સિંહ ફાળો આપ્યો હોય એવો દેશનો લગભગ પહેલો કિસ્સો હશે. આ સંસ્થા ડોક્ટરોના અનુભવ, સિદ્ધિ, સર્ટિફાઈ કોલીફિકેશન વગેરે જોઈ ઓપરેશનની પરવાનગી આપી ખર્ચ આપતી હોય છે. આ સંસ્થાને પત્ર વ્યવહાર કરી બાળક અને એમના પરિવાર ના આધાર કાર્ડ, પાન કાર્ડ, આવકનો દાખલો, કુટુંબના બાળકોની માહિતી, પરિવાર ની આર્થિક અને માનસિક પરિસ્થિતિ, રેશન કાર્ડની કોપી સહિતના જરૂરી પેપર આપ્યા બાદ ચકાસણી કરી બાળકના ઓપરેશન માટે પરવાનગી અને ખર્ચ આપતી હોય છે. આ સંસ્થાનો હેતુ દરેક બાળક બોલતું અને સાંભળતું કરવાનો અને એમની આવો હક્ક આપવાનો છે.

વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફક્ત અમદાવાદ સરકારી હોસ્પિટલમાં જ આ ઓપરેશન ની સુવિધા છે, દક્ષિણ ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં આવી કોઈ સુવિધા નથી, હા પણ હવે વિકલ્પ તરીકે NGO (બિન સરકારી નિર્ભય સંસ્થાઓ) આગળ આવી છે એટલે મુંબઈની સેવાભાવી સંસ્થાથી હવે દક્ષિણ ગુજરાતના જન્મજાત અનેક બહેરા મૂંગા બાળકો સાંભળતા અને બોલતા થશે એ પાક્કું કહી શકું છે. આવા ઓપરેશન બાદ કાન પાછળ બેસાડવામાં આવતું મશીન 6-7 લાખ નું થાય છે અને દરેક પરિવાર માટે ખરીદવું એ અશકય છે. સરકાર એક કાન ના ઓપરેશનની સહાય આપે છે. એટલે હવે મુંબઈની રાધા મોહન મેહરોત્રા મેડિકલ રિલીફ ટ્રસ્ટ ની મદદથી દક્ષિણ ગુજરાતના ગરીબ પરિવારના જન્મજાત બહેરા-મૂંગા બાળકો ઓપરેશન બાદ સાંભળી અને બોલી શકશે એમ કહી શકાય છે.

વધુમાં જણાવ્યું હતું કે, સુદીપ હોસ્પિટલ 23 વર્ષ જૂની હોસ્પિટલ છે. તેમણે ENT ક્ષેત્રે કોકલીયર ઇ પ્લાન્ટ સર્જરી માં વિશિષ્ટ તાલીમ અને સર્ટિફાઈ થયેલા છે. સુદીપ હોસ્પિટલમાં અગાઉ આવા 3 બાળકોમાં (એક બાળકના બન્ને કાન અને બીજા બે બાળકોના એક-એક કાન) 4 ઓપરેશન કરી બાળકોને સાંભળતા અને બોલતા કરવામાં આવ્યા છે. આગામી રવિવારે દક્ષિણ ગુજરાત નું પ્રથમ ઓપરેશન સુરતની સુદીપ હોસ્પિટલ માં કરાશે, સગર્ભા અવસ્થામાં માતાને વાયરસનો તાવ આવે એવા સમયમાં ગર્ભમાં ઉછરી રહેલા બાળકના કાન ની અંદરની નળી (કોકલિયા) ને નુકશાન પહોંચે અને બાળક જન્મજાત બહેરાશવાળુ જન્મ લે છે. બહેરા-મૂંગા બાળકો ને બોલતા અને સાંભળવા કરવા માટે નો ઓપરેશન નો સમય ગાળો 2-4 વર્ષ નો હોય છે. જો કાનનું ઓપરેશન સફળ થાય તો બાળક બોલતું પણ થઈ જાય છે. ઓપરેશન બાદ 90 ટકા પરિણામ સફળ રહ્યા છે. દર મિનિટે 6000 બાળકોના જન્મ થાય છે એમાં 6 બાળકો બહેરા મૂંગા જન્મ લે છે. જન્મ વખતે ઓપરેશનની કોઈ સુવિધા આપણા દેશમાં નથી એ કમનસીબી કહી શકાય છે.

વધુમાં જણાવ્યું હતું કે, ઓપરેશન દરમિયાન આવા બાળકોને કાનની પાછળ એક યંત્ર બેસાડવામાં આવે છે. આ ઓપરેશન લગભગ 4 કલાકનું હોય છે. ઓપરેશન બાદ બાળક જોખમી રમતો નહિ રમી શકે, આ મશીનને સંભાળીને કાળજી પૂર્વક રાખવું પડે છે. કાન ની ઉપર જે મશીન ફિટ થાય છે એ રિ-ચારજેબલ હોય છે અને એની બેટરી 10-12 હજાર ની આવતી હોય છે. રાધા મોહન મેહરોત્રા મેડિકલ રિલીફ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી ચેતન મેહરોત્રાજી છે હવે એમના સહયોગથી દક્ષિણ ગુજરાતના અનેક જન્મજાત બહેરા-મૂંગા બાળકોને નવું જીવન મળશે અને દુનિયાના તમામ લોકોને સાંભળી પણ શકશે અને એમની સાથે વાત પણ કરી શકશે એમ કહી શકાય છે.

Be the first to comment on "બહેરા મૂંગા બાળકો માટે લાખોના ખર્ચે થતી સર્જરી સુરતની સુદીપ હોસ્પિટલ મુંબઈની સેવાકીય સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે કરી આપશે"

Leave a comment

Your email address will not be published.


*