સુરતમાં ગરબા આયોજકોની ઉઘાડી લુંટ: આયોજકોએ આપેલી VIP ટ્રીટમેંટથી GST અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે?

Published on Trishul News at 11:39 AM, Thu, 19 October 2023

Last modified on October 19th, 2023 at 11:40 AM

Application Form for Collection of GST from Garba Organizers in Surat: ગરબા એ હિન્દુઓ માટે વિશેષ આસ્થા નું પ્રતીક માનવામાં આવે છે. હાલમાં માતાજીના નવરાત્રીના પવિત્ર અને આસ્થાના ગરબા ના આયોજનો સુરત શહેરમાં અનેક જગ્યાએ આયોજન દ્વારા કરવામાં આવ્યા છે. ગરબાના આયોજનનું  મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવાનું હોવો જોઈએ. પરંતુ ગરબાના આયોજકો દ્વારા ગરબાની સંસ્કૃતિને જાળવવાની જગ્યાએ કોમર્શિયલ આયોજન કરી પૈસા કમાવાનો ધંધો શરૂ કરી દીધો છે તેવું લાગી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર,સુરત ચેમ્બર ઓફ કોમર્સના સરસાણા ખાતે આવેલા સરસાણા સહિત 20 મોટા ઠેકાણે કોમર્શિયલ આયોજન કરાયું છે. ખરેખર તો ગરીબોને મફત એન્ટ્રી અ્ને પાર્કિંગની સુવિધા પણ ફ્રી હોવી જોઇએ. એક પંડાલમાં રોજના સાતથી દસ હજાર જેટલા લોકો પ્રવેશ કરી રહ્યા છે અને આટલી જંગી કમાણી કયા જઈ રહી છે તે પણ તપાસનો વિષય હોવાનું દર્શન નાયકે કહ્યુ હતુ.

કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયક એ આ અંગે GST કમિશનરને રજૂઆત કરી GST વસૂલ કરવાની માંગ ઉચ્ચારી છે.તેમને જણાવ્યું છે કે સામાન્ય રીતે જ્યારે આયોજકો દ્વારા ગરબાનો આયોજન કરવામાં આવે ત્યારે સમાજના દરેક વર્ગ તેનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થાઓ હોવી જરૂરી છે. પરંતુ સુરત શહેરમાં આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે તેનો લાભ કોઈ આર્થિક રીતે ગરીબ વર્ગ લઈ શકતો નથી તથા તેમને કોઈ રાહત પણ આપવામાં આવતી નથી. નવરાત્રિના ગરબા એ ધર્મ કાર્ય નું પ્રતીક છે અને કોઈ પણ ધર્મ કાર્યનો લાભ દરેક નાગરિકને મળવો જરૂરી છે. પરંતુ આર્થિક હાલત ન હોવાને કારણે સમાજના અનેક ગરીબ લોકો આવા ધર્મ કાર્યનો લાભ લઈ શકતા નથી.

સામાન્ય રીતે GST વિભાગ દ્વારા થક બંધ સામાન્ય વેપારીઓ અને દુકાનદારોને નોટિસ આપી કડક કરવામાં આવી રહી છે. ત્યારે આવા મોટા માથાના આયોજકોની સામે શા માટે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? નવરાત્રિના ગરબા ના આયોજકો માત્ર પૈસા કમાવાના ઉપદેશથી જ આવું આયોજન કરતા હોય છે તથા ટેક્સ ચોરી પણ કરવામાં આવી રહ્યું હોય તેવી શંકાઓ થઈ રહેલ છે.

આટલું જ નહીં આ નવરાત્રીના પડાલમાં આયોજકો દ્રારા ફાસ્ટ ફૂડ, નાસ્તા અને ઠંડા પાણીના સ્ટોલ લગાવવામાં આવેલા હોય છે. તેમના દ્વારા આ નાસ્તાની  મૂળ કિંમત કરતાં વધુ કિંમત ગરબા માં આવતા દરેક ગ્રાહકો પાસે વસૂલ કરવામાં આવે છે. આયોજનમાં કરવામાં આવતું મોટા ભાગનું ચુકવણું રોકડ સ્વરૂપમાં કરવામાં આવે છે જેની સચોટ માહિતી આવા આયોજકો દ્વારા સરકાર સમક્ષ મુકવામાં આવતી નથી.

Be the first to comment on "સુરતમાં ગરબા આયોજકોની ઉઘાડી લુંટ: આયોજકોએ આપેલી VIP ટ્રીટમેંટથી GST અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે?"

Leave a comment

Your email address will not be published.


*