Gopal Namkin News: હિંમતનગરના પ્રેમપુરમાં ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી મૃત ઉંદર નીકળ્યો હતો. ગામની એક દુકાનમાંથી 500 ગ્રામ ગોપાલ કંપનીના ગાંઠિયાનું પેકેટ (Gopal Namkin News) લીધું અને પેકેટ ખોલી બાળકીને ખાવા માટે આપ્યું. બાળકીની માતાએ પેકેટમાં હાથ નાખીને ગાંઠિયા લેતા હાથમાં તળાઈને સડી ગયેલ ઉંદર નીકળતા બાળકીને ઉલ્ટીઓ થવા લાગી હતી,
દવાખાનેથી દવા લેવાની ફરજ પણ પડી હતી. સેલ્સમેન દ્વારા પડીકુ બદલાવી આપવાની વાત કરતાં બાળકીના પિતાએ પડીકું નહીં પણ કાર્યવાહી કરવાની વાત કરી હતી. બાળકીના પિતાએ ફૂડ વિભાગને જાણ કરી ત્યારે ફૂડ વિભાગે ઓફિસ સમય પૂરો થયો છે સોમવારે પડીકું લઈને ઓફિસ આવજો એવું જણાવ્યું હતું.
ગાંઠિયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો
હિંમતનગરના પ્રેમપુર ગામે એક પરિવારે ખરીદેલા ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો. પરિવાનું કહેવું છે તેમણે આ ગાંઠિયા બાળકીને ખવડાવ્યા હતા. જે બાદ બાળકી બીમાર થઈ ગઈ છે. પરિવારે આ અંગે ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી કંપની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
આ લોકો સામે પગલાં ભરવા માંગ
આ ઘટના કોઈ પહેલીવાર નથી આવી, આવી ઘટના અનેકવાર આવી ચુકી છે. વિવિધ નમકીન કંપનીઓની બેદરકારીના કારણે બાળકો ભોગ બનતા હોય છે. ત્યારે આવી ઘટનાને લઇ સ્થાનિકોમાં આવી કંપની સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. અને આવી ઘટના ન બને તેની તકેદારી રાખવાની અપીલ લોકોએ કરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App