મિત્રના બહેન સાથે આડાસંબંધની જાણ થતા યુવતીના ભાઈએ સુમસાન જગ્યાએ લઇ જઈને કર્યું એવું કે.., જાણીને રુંવાડા ઉભા થઈ જશે

એક સનસનાટીભર્યા હત્યાનો મામલો સામે આવ્યો છે. જ્યાં પ્રેમ પ્રસંગને કારણે યુવકનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. આ પછી આરોપી મૃતદેહને ખાલી પ્લોટ પર ફેંકી ફરાર થઈ ગયો હતો. બનાવની માહિતી મળતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એમ.વાય.હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી. આ ખુલાસા પછી દરેકની હોશ ઉડી ગયા.

ખરેખર આ આખો મામલો લુસાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના નિરંજનપુરનો છે, જ્યાં પોલીસને લોહીમાં કાયેલ એક મૃતદેહ મળ્યો. પોલીસનું કહેવું છે કે, યુવકની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ કિશન નિહાણા તરીકે થઈ છે. તે 22 વર્ષનો હતો.

પરિવારના સભ્યોનું કહેવું છે કે, મૃતક તેના એક મિત્ર અનિલ પંચાલનો ફોન આવતા 2 દિવસ પહેલા તેને મળવા માટે ગયો હતો. મોડી રાત સુધી કિશન ઘરે પહોંચ્યો ન હતો ત્યારે પરિવારે લાસુડિયા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરી હતી.

પરિવારના સભ્યોનું કહેવું છે કે, કિશન ગુમ થયો હતો ત્યારથી જ મૃતકનો મિત્ર અનિલ અને તેનો આખો પરિવાર ઘરને તાળા મારીને નાસી છૂટ્યો હતો. આ પછી પોલીસને મોડીરાત્રે એક રાહદાર પાસેથી બાતમી મળી કે, મૃતદેહ ખાલી પ્લોટમાં પડ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ કરી મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તેને એમવી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, મૃતક કિશનનો અનિલ પંચાલની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. સંભવત પ્રેમ સંબંધને કારણે હત્યા આચરવામાં આવી છે. યુવતીના ભાઈએ એક મિત્રને સુમસાન વિસ્તારમાં બોલાવીને તેની નિર્દયતાથી હત્યા કરી હતી. પોલીસ હાલમાં અનિલ અને તેના અન્ય સાથીઓની શોધ કરી રહી છે.

સીએસપી રાકેશ ગુપ્તા કહે છે કે, કિશન નામના છોકરાની હત્યા કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, તેના મિત્રે તેને બોલાવી ગળું કાપીને તેની હત્યા કરી હતી. આ પ્રેમ સંબંધની વાત છે. અમે આરોપીની શોધ કરી રહ્યા છીએ. તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *