એક દેડકો જોતજોતામાં આખા સાપને ગળી ગયો, વિશ્વાસ ન આવતો હોય તો જોઇલો આ વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર કેટલીક આશ્વર્યજનક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે તેમજ વાયરલ થયેલાં વિડીયો પણ સામે આવતા હોય છે. હાલમાં પણ આવો જ એક ખુબ વાયરલ થયેલ વિડીયો સામે આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આપણે તમામ લોકોએ સાંભળ્યું હશે કે, સાપ દેડકાને ખાઇ જાય પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એવો વીડિયો વાયરલ થયો છે કે, જેમાં ઉલ્ટી ગંગા વહેતી જોવા મળી છે એટલે કે એક દેડકાએ સાપનો શિકાર કર્યો છે.

માનવામાં ન આવતું હોય તો તમે પણ નીચે દર્શાવવામાં આવેલ આ વીડિયો જોઇ શકો છો. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કેટલાંક લોકો આ વીડિયોને જોઇને ચોંકી રહ્યા છે. આ વીડિયોમાં નજરે પડે છે કે, એક લીલા રંગનો દેડકો સાપને તેના મોંમાં પકડી રાખે છે.

લોકો આ વીડિયો જોઇને આશ્વર્યચકિત થઈ ગયાં છે. આ વીડિયો ભારતીય વન સેનાના અધિકારી સુશાંત નંદાએ એમના ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા સુશાંત નંદાએ કેપ્શનમાં લખ્યું છે કે, દેડકો પોતાની આંખોને ગોળ ગુમાવતા સાંપને ગળી રહ્યો છે.

આ વીડિયો શેર કર્યા બાદ થોડા જ કલાકમાં ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થવા લાગ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં કુલ 22,000 વ્યૂઝ મળ્યા છે. આની સાથે જ કુલ 1,900 જેટલી લાઇક્સ તેમજ એને કુલ 370થી વધુ વખત શેર કરવામાં આવ્યું છે. માત્ર 25 સેકન્ડના આ વીડિયોમાં લીલા રંગનો એક નાનકડો દેડકો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સાપ પોતાનું મોં દેડકાના મો માંથી છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આની સાથે જ સાપ પ્રયત્નો કરવા છતાં પોતાને દેડકાથી બચાવી શકતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *