સુરતમાં બ્રીજ પરથી મહિલાએ ઝંપલાવ્યું, એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બચાવવા કર્યું સુચન

સુરત(Surat): શહેરના સરદાર બ્રિજ(Sardar Bridge)પરથી એક મહિલાe તાપી નદી(Tapi river)માં ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે રાહદારીઓએ જ્યારે તે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું ત્યારે તેને…

સુરત(Surat): શહેરના સરદાર બ્રિજ(Sardar Bridge)પરથી એક મહિલાe તાપી નદી(Tapi river)માં ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે રાહદારીઓએ જ્યારે તે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું ત્યારે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે કોઈનું ન માનતા આખરે તેમણે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. એ જ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) સરદાર બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા અને તેમણે બ્રિજ પર ટોળું દેખાતા જ તેમનો કાફલો એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર રોકાવી દીધો હતો.

જયારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કારમાંથી ઉતરીને જોયું તો એક મહિલાએ સરદારબ્રિજ પરથી ઝંપલાવી દીધું હોવાનું તેમને જાણકારી મળતાની સાથે જ ફાયર વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોને તાત્કાલિક અસરથી તે મહિલા માટે મદદ કરવા માટે સુચના આપી દીધી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને મહિલાનો બચાવ કરીને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી હતી.

પાણી ઓછું હોવાને કારણે આખરે મહિલાનો જીવ બચી ગયો:
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખૂબ જ સક્રિય રીતે કામ કરતા હોય તેવું હાલના કાર્યોને જોતા લાગી રહ્યું છે. 40 વર્ષના મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી લેવાના ઈરાદે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. ફાયર વિભાગને માહિતી મળતાની સાથે જ ટીમ સરદાર બ્રિજ પાસે પહોંચી ગઈ હતી અને મહિલાએ શા માટે છલાંગ લગાવી તે અંગે હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દીધી હતી. સાથે સ્થાનિક લોકો પણ તેમાં જોડાઈ ગયા હતા. તાપી નદીમાં જે વિસ્તાર ઉપર મહિલા પડી હતી. ત્યાં પાણી ખૂબ ઓછું હોવાને લીધે મહિલાનો જીવ બચી ગયો હતો અને તેને સારવાર હેઠળ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.

મહિલાને સારવાર હેઠળ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી:
ફાયર વિભાગે જયારે જોયું કે, મહિલા પાણીમાં ડૂબી રહી નથી પરંતુ નદીના એક કિનારા ઉપર જ અટકેલી છે. તાત્કાલિક અસરથી ફાયર વિભાગના અધિકારીઓએ મહિલાને નદીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. ત્યારબાદ ફાયર વિભાગના અધિકારીઓને મહિલા જીવીત હોવાની જાણ થઈ હતી અને તેને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. વાની જાણ થઈ હતી. તેને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *