1 જૂન 2020થી દેશભરમાં મોદી સરકાર લાગુ કરશે આ નવી યોજના, મધ્યમ વર્ગ માટે છે ફાયદાકારક

દેશના સામાન્ય, કામદારો, મજૂર વર્ગ અને પ્રવાસી મજરો માટે એક સારા સમાચાર આવ્યા છે. 1 જૂન 2020થી દેશમાં એક રાશન કાર્ડ સ્કીમ અમલી થશે. એક દેશ એક રાશન કાર્ડ સ્કીમનો લાભ દૈનિક મજૂરો, કામદારો અને સ્થળાંતર મજૂરોને મળશે. આપને જણાવી દઈએ કે, આ સ્કીમને દેશભરમાં અમલી કરતા પહેલા સરકારે ઓગસ્ટ 2019માં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે 4 રાજ્યો તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં લાગુ કરી હતી. જોકે હવે ‘એક દેશ એક રાશન કાર્ડ’ યોજનાથી સરકારને અપેક્ષા છે કે, નેશનલ ફૂડ સિક્યોરિટી યોજનાને વધુ સફળ અને વધુમાં વધુ જરૂરિયાત લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે.

આ યોજના હેઠળ કોઈ પણ લાભાર્થી એક જ રાશન કાર્ડના માધ્યમથી દેશની કોઈ પણ વાજબી ભાવની દુકાન(ફેર પ્રાઇઝ શોપ) થી રાહત દરે અનાજ લઈ શકે છે. યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓને આધાર કાર્ડના માધ્યમથી રજીસ્ટર્ડ કરવામાં આવશે. સરકારએ એક  દેશ એક રાશન કાર્ડ યોજનાને દેશભરમાં લાગુ કરવા પહેલા ઓગસ્ટ 2019માં પાયલોટ પ્રોજેક્ટ તેલંગાણા,આંધ્ર પ્રદેશ,ગુજરાત,અને મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવશે. સરકારને આશા છે કે, આ સ્કીમ અને યોજના દ્વારા નેશનલ ફુડ સિક્યોરીટી યોજનાને વધું સફળ બનાવવા અને વધુમાં વધુ જરૂરીયાતવાળા લોકો સુંધી પહોંચાડી શકાશે. આ યોજના  મુંજબ કોઇ પણ લાભાર્થી એક જ રાશન કાર્ડ દ્વારા દેશની કોઇ પણ વાજબી ભાવની  દુકાનમાંથી અનાજ ખરીદી શકે છે.આ યોજના માટે બાયોમેટ્રીક કાર્ડથી નોંધણી કરવામાં આવશે.

કોઈ પણ ગરીબ વ્યક્તિ તેના હકની સબસિડી હેઠળ ખાદ્ય પદાર્થોથી વંચિત ન રહે તેવા ઉમદા ઉદ્દેશથી આ યોજના પર ઝડપથી કામ થઈ રહ્યું છે. આ માટે ગુજરાત, આંધ્રપ્રદેશ, હરિયાણા,ઝારખંડ, કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત 14 રાજ્યને ઇલેક્ટ્રોનિક પોઇન્ટ ઓફ સેલ થી જોડી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં મોટાભાગના રાજ્યો પણ આ સાથે જોડી દેવામાં આવશે. આ સાથે રેશન કાર્ડને લગતી વિગતોને સર્વર સાથે જોડવામાં આવી રહી છે અને કોઈ પણ સ્થળેથી જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત ખરીદી કરી શકાશે. આમ ગરીબ લોકો અને ખાસ કરીને શ્રમજીવી લોકોને લાભ મળશે. સરકાર આ યોજના મારફતે PDS અંતર્ગત આશરે 81 કરોડ લોકોને સુવિધા પહોંચાડવા માગે છે. PDS હેઠળ પ્રત્યેક વર્ષ આશરે 612 લાખ ટન ખાદ્ય પદાર્થોનું વિતરણ કરવામાં આવે છે.

એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજનાના ફાયદા:

આ યોજનાના માધ્યમથી દેશના તમામ નાગરિકોને એક રેશન કાર્ડથી સમગ્ર દેશમાં રાશન ઉપલબ્ધ બનશે અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ,2013 હેઠળ તમામ નાગરિકોને ખાદ્યાન ઉપલબ્ધ બનાવી શકાશે. આ યોજનાથી સામાન્ય પ્રજાજનોને લાભ મળશે. કાર્ડ ધારકોને કોઈ એક દુકાનદાર પર આધાર રાખવો નહીં પડે અને ગેરરીતિ કે ભ્રષ્ટચારને નિયંત્રિત કરી શકાશે. વિવિધ રાજ્યોમાંથી લાભો મેળવવા માટે એક કરતા વધારે રેશન કાર્ડ રાખવા પર અંકૂશ આવી જશે.

આ ૧૧ રાજ્યોમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, પંજાબ, કર્ણાટક, ઝારખંડ, કેરળ, રાજસ્થાન અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ યોજના દેશભરમાં લાગુ થયા પછી લાભાર્થીઓ દેશભરમાં કોઈપણ જગ્યાએથી રાશનની દુકાન પરથી તેમના હિસ્સાનું અનાજ મેળવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *