New Rules from September: 1 સપ્ટેમ્બરથી, નવા નિયમો આવશે જે આપણા રોજિંદા જીવનમાં સીધી અસર કરશે. આ નિયમો LPG ગેસ ના ભાવ, ક્રેડિટ કાર્ડનો(New Rules from September) ફ્રોડ ફોન કૉલ્સ તેમજ આધાર કાર્ડ અને સરકારી કર્મચારી વિશે હશે.
દર મહિનાની શરૂઆતમાં, દેશમાં નવા નિયમો જાહેર કરવામાં આવે છે. ઓગસ્ટમાં, એલપીજી ગેસના ભાવ અને ક્રેડિટ કાર્ડ વ્યવહારો સહિત વિવિધ ક્ષેત્રોને લગતા અપડેટ્સ થયા હતા. , આગામી મહિને બીજા નવા નિયમો રજૂ કરવામાં આવશે જેની સીધી અસર તમારા ઘર ખર્ચ પર પડશે.
LPG CYLINDER ના ભાવ
દર મહિનાની શરૂઆતમાં ઓઈલ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. 1લી સપ્ટેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કઅથવા ઘટાડો થઈ શકે છે, જે ગ્રાહકોના બજેટને સીધી અસર કરશે છે.
CREDIT CARD માટે લાગુ થતા નિયમો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ક્રેડિટ કાર્ડના નિયમોમાં અગત્યના જરૂરી ફેરફારો કરવા જઈ રહી છે, જેમાં વ્યાજ દરો, બિલિંગ સાયકલ અને ચુકવણી પદ્ધતિઓ પર સીધી અસર કરશે. ઉલ્લેખનીય છે કે, 1 સપ્ટેમ્બરથી IDFC બેંક અને HDFC બેંક દ્વારા નવા ક્રેડિટ કાર્ડ નિયમો જાહેર કરવમાં આવશે.
આધાર કાર્ડ માં સુધારા વધારા માટે ના નવા નીયમો
14 સપ્ટેમ્બર, 2024 સુધીમાં, જો તમે સુધારા વધારા કરવા માંગતા હોવ, તો તમે તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકો છો. પરંતુ આ પછી, તમારા આધાર કાર્ડમાં કોઈપણ અપડેટ કરવા માટે ખિસ્સા ખાલી કરવા પડશે. જો કે આ ચાર્જ કેટલો હશે તે માટે કોઈ સ્પષ્ટતા કરવા આવી નથી.
ફ્રોડ કોલ્સ માટે નિયમો
ટેલિકોમ કંપનીઓ હવે ફ્રોડ કૉલ્સ અને મેસેજ પર રોક લગાવી શકે છે, કારણ કે TRAI તેમને નિર્દેશો જારી કર્યા છે. Jio, Airtel, Vodafone-Idea અને BSNL જેવી ટેલિકોમ્યુનિકેશન કંપનીઓને TRAI દ્વારા જારી કરવામાં આવેલી કડક માર્ગદર્શિકા દ્વારા 140 મોબાઇલ નંબર સિરીઝથી શરૂ થતા કોમર્શિયલ મેસેજિંગ અને ટેલિમાર્કેટિંગ કૉલ્સને 30 સપ્ટેમ્બર સુધીમાં ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી પ્લેટફોર્મ પર સ્વિચ કરવાનાં રહેશે. એવી આશા છે કે આવા સંજોગોમાં ફેક કોલ અને મેસેજને રોકી શકાશે.આ નિયમ લાગુ થવાથી ઓનલાઇન થતા ફ્રોડ તથા સાયબર ક્રાઈમ પર અંકુશ લાવી શકાશે.
મોંઘવારી ભથ્થું
1 સપ્ટેમ્બરથી કેન્દ્ર સરકારના કર્મચારી માટે વિશેષ મોટી જાહેરાત થવાની સંભાવના છે.આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર સરકારી કર્મચારીઓ ના મોંઘવારી ભથ્થા માં ૩ % નો વધારો કરી શકે છે. હાલમાં સરકારી કર્મચારીઓને 50% મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે.જે 1 સપ્ટેમ્બર બાદ 53% થવાની આશા વ્યક્ત કરાઈ રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App