પતિની હરકતોથી કંટાળીને પત્નીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું- સુસાઇડ નોટ વાંચી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો પરિવાર

Published on Trishul News at 5:02 PM, Fri, 20 October 2023

Last modified on October 20th, 2023 at 6:09 PM

Woman dies in Uttar Pradesh: ઉન્નાવ શહેરના કિલા ચોકી પાસે પુરાણી બજાર મોહલ્લામાં રહેતી એક પરિણીત મહિલાએ મંગળવારે મોડી રાત્રે પોતાના પતિના ત્રાસથી કંટાળીને ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો .મોડી રાત્રે પતિ જ્યારે પોઅતની રૂમમાં પહોંચ્યો ત્યારે તેની લાશ ત્યાં લટકતી હતી. જેની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસને માહિતી મળતા ત્યાં પહોંચી અને આગળ તપાસ શરુ કરી છે.

પોલીસને આ ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે.જેમાં પરિણીતાએ પોતાના મનનો વેદના વ્યક્ત કરી છે. તેને તેના સાસરિયા પક્ષના લોકો પર હત્યાનો આરોપ લગાવ્યો છે. ઉન્નાવ સદર કોતવાલી વિસ્તારના પુરાણી બજાર પાસે મોહલ્લામાં રહેતા મોહિત ગુપ્તાના લગ્ન સાત વર્ષ પહેલા કાનપુરના મહારાજપુર ગામની રહેવાસી આરાધના ગુપ્તા કે જેની ઉમર 27 વર્ષ છે.

તેનો પતિ મોહિત ગુપ્તા શહેરના ગદનખેડા ખાતે દારૂના કોન્ટ્રાક્ટ પરની કેન્ટીનમાં કામ કરે છે. મંગળવારે મોડી રાત્રે મોહિતના ઘરે પહોંચીને તેણે પોતાની પત્ની આરાધનાની લાશ સાડીની મદદથી ફાંસી પર લટકતી જોઈ.આ અંગે પોલીસ અને સાસરિયાઓને જાણ કરવામાં આવી હતી. બુધવારે સવારે આરાધના ઘરેથી પણ તેના પરિવારના લોકો ત્યાં આવી ગયા હતા.

મહિલાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તેણે તેના પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે.સુસાઇડ નોટમાં આરાધનાએ લખ્યું છે કે, મારા માટે મારા પતિ જવાબદાર છે.નશામાં આવીને તે રોજ મને મારે છે.તે સવારથી રાત સુધી દારૂ પીને રખડે છે.તે મારી અને મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખશે. હવે હું જીવવા નથી માંગતી એટલે હું આપઘાત કરી રહી છું.

મારા મૃત્યુ માટે મારો પતિ જવાબદાર છે. એમ કહીને આરાધના મોતને ભેટી. ફાંસી લગાવતા પહેલા મહિલાએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે મારા મૃત્યુ પછી મારી પુત્રી મારા પતિને ન આપતા.તેને મારા માતાપિતાને આપજો. મહિલાએ લખ્યું, મારા પતિએ મને મરવા માટે મજબૂર કરી દીધી છે. જે રીતે આપણે યાતનામાં મરવાના છીએ, તેવી જ રીતે તેને યાતનાની સજા આપો.

મમ્મી-પપ્પા, મને ન્યાય અપાવો અને મારા પતિને કડક સજા આપજો. મહિલાએ પાંચ વર્ષ પહેલા પુત્રીને જન્મ આપ્યો હતો. તે તેને પોલીસ બનાવવા માંગતી હતી. તેના માટે તે પોતે તેને ભણાવતી હતી, પરંતુ તેના પતિની રોજબરોજની હેરાનગતિને કારણે તેણે ગળેફાંસો ખાઈ લીધો હતો. સુસાઇડ નોટમાં તેણે લખ્યું છે.

Be the first to comment on "પતિની હરકતોથી કંટાળીને પત્નીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું- સુસાઇડ નોટ વાંચી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો પરિવાર"

Leave a comment

Your email address will not be published.


*