મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હાઇવે- બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, એકસાથે 12 લોકોના મોતથી છવાયો માતમ

Published on Trishul News at 11:37 AM, Sun, 15 October 2023

Last modified on October 15th, 2023 at 11:37 AM

Samruddhi Expressway Accident: બુલઢાણા જિલ્લામાં નાગપુર-મુંબઈ સમૃદ્ધિ હાઈવે(Samruddhi Expressway Accident) પર ફરી એકવાર મોટો અકસ્માત થયો છે. ભક્તોથી ભરેલી બસ રસ્તા પર ઉભેલા કન્ટેનર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 12 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે 23 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મળતી માહિતી અનુસાર, નાશિકના ભક્તો બસમાં પ્રવાસી બાબાની દરગાહ ગયા હતા. દર્શન કર્યા બાદ બધા નાસિક પરત ફરી રહ્યા હતા. દરમિયાન, બુલઢાણા જિલ્લાના વૈજાપુર નજીક સમૃદ્ધિ હાઇવે પર જામબરગાંવ ટોલ બૂથ પાસે શ્રદ્ધાળુઓને લઇ જતી બસ અકસ્માતનો ભોગ બની હતી. ઘાયલોના જણાવ્યા મુજબ બસની સ્પીડ ઝડપી હતી. રોડ પર પહેલાથી જ ઉભેલા કન્ટેનરને જોયા બાદ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો, ત્યારબાદ બસ કન્ટેનર સાથે અથડાઈ હતી.

મળતી માહિતી અનુસાર,  ઘાયલોને વૈજાપુર અને છત્રપતિ સંભાજીનગર વેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલા તમામ મુસાફરો નાશિક જિલ્લાના પાથર્ડી અને ઈન્દિરાનગરના રહેવાસી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં કુલ 35 મુસાફરો સવાર હતા.

બસમાં 35 મુસાફરો સવાર હતા
મળતી મહિતી અનુસાર મિની બસમાં કુલ 35 મુસાફરો હતા, જેમાંથી કોઈ બચી શક્યું નથી, 12ના મોત થયા છે જ્યારે 23 લોકો ઘાયલ થયા છે. જ્યારે પોલીસને આ અકસ્માતની જાણ કરવામાં આવી, ત્યારે 6 એમ્બ્યુલન્સને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 23 ઘાયલોમાંથી 14ને વેલી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. 12 મૃતકોમાં 5 પુરૂષ, 6 મહિલા અને એક સગીરનો સમાવેશ થાય છે.

ઈજાગ્રસ્તો, પ્રાદેશિક પરિવહન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં નાગપુર-મુંબઈ સમૃદ્ધિ હાઈવે પર વૈજાપુર જામ્બરગાંવ શિવરા ખાતે ટોલ બૂથ છોડ્યા બાદ બસ અકસ્માતનો ભોગ બની હતી. બસ અને કન્ટેનર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ અકસ્માતમાં ચાર વર્ષના બાળક સહિત 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

પીએમ મોદીએ મદદની જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમૃદ્ધિ રોડ અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે તેમના પીએમઓ ટ્વિટર હેન્ડલ દ્વારા જાહેરાત કરી છે કે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2-2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમજ ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

Be the first to comment on "મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હાઇવે- બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, એકસાથે 12 લોકોના મોતથી છવાયો માતમ"

Leave a comment

Your email address will not be published.


*