રાજ્યમાં વધતા જતાં કોરોના કેસને ધ્યાનમાં લઈ દીવ-દમણમાં જાહેર ફરવાના સ્થળો, બીચ તથા પાર્ક શનિવાર અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ જ્યાં સુધી સરકાર દ્વારા આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી આ નિયમ અમલમાં રહેશે.
પ્રશાસન દ્વારા સ્થાનિક લોકોને પણ બિન જરૂરી કામ વિના અન્ય રાજ્ય જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ,કર્ણાટક તથા તમિલનાડુ જેવા રાજ્યોની મુલાકાત ન લેવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. આમ, કોરોના સંક્રમણનો ફેલાવો ન થાય એ ધ્યાન રાખવામાં આવ્યું છે.
કોરોનાનું સંક્રમણ અટકાવવા નિર્ણય લેવાયો :
26 જાન્યુઆરીનાં રોજ દમણને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યું હતુ પણ 17 દિવસ બાદ કોરોનાની ફરીવાર એન્ટ્રી થતા અત્યાર સુધીમાં 50થી વધારે નવા કેસ નોંધાઈ ચૂકયા છે. કોરોના સંક્રમણને અટકાવવા તથા ખાસ કરીને વીક એન્ડમાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ દમણની મુલાકાતે આવતા હોય છે.
આવા સંજોગોમાં કોરોના સંક્રમણમાં વધારો થતાં દાનહ તથા દમણ દીવ પ્રશાસન દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે શનિ-રવિ અને અન્ય જાહેર રજાના દિવસે જાહેર પર્યટન સ્થળો, બીચ, પાર્ક સહિત જ્યાં વધુ ભીડ એકત્ર થાય છે તેને બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દીવની શાળા, કોલેજમાં કોવીડની સરકારી ગાઈડ લાઈનનું યોગ્ય પાલન કરવાનું રહેશે અને દીવના સ્થાનિક લોકો માટે માસ્ક,સેનિટાઈઝર અને જાહેર જગ્યાઓ પર સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજીયાત છે. જેને લીધે કોરોના ફેલાવામાં નિયંત્રણ લાવી શકાય.
રિસોર્ટમાં રોકાવા કોરોના રિપોર્ટ જરૂરી :
સંઘપ્રદેશના હેલ્થ તથા ફેમિલી વેલ્ફેર વિભાગના સેક્રેટરી એ. મુથમ્મા જણાવે છે કે, પડોશના ગુજરાત તથા મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિ-રવિવારની રજામાં 20,000 થી વધુ લોકો દમણની મુલાકાતે આવે છે. આ દિવસોમાં બીચ, જમ્પોર સી ફેસ રોડ, પાર્ક તથા અન્ય જાહેર સ્થળ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સહેલાણીઓ દમણની હોટલ અથવા તો રીસોર્ટમાં રોકાવા માગે તો 72 કલાક પહેલાનો કોવિડ નેગેટિવ રીપોર્ટ પણ આપવાનો રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle