એમ્બ્યુલન્સ ન મળતા પિતાના મૃતદેહને કારની છત પર બાંધીને અંતિમ સંસ્કાર માટે લઇ જવાં મજબુર બન્યો પુત્ર

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર ખુબ જ વધી રહ્યો છે. આ દરમિયાન સતત મોતનો આંકડો પણ વધી રહ્યો છે. હાલ હૉસ્પિટલમાં બેડ અને ઑક્સિજનની અછત તો છે જ, સાથે સાથે એમ્બ્યુલન્સની પણ અછત છે. એટલું જ નહીં, કોરોનાને કારણે થઈ રહેલા ટપોટપ મોત બાદ સ્મશાન ખાતે પણ અંતિમ સંસ્કાર માટે લાંબી રાહ જોવી પડી રહી છે.

આ દરમિયાન એક એવી તસવીર સામે આવી છે જે તસવીરે દરેકને ભાવુક કરી દીધા છે. સાથે સાથે આ તસવીરે તંત્રની પણ પોલ ખોલી નાખી છે. હકીકતમાં પિતાના મોત બાદ એક વ્યક્તિને મૃતદેહને સ્મશાને લઈ જવા માટે એમ્બ્યુલન્સ મળી ન હતી.

આગ્રામાં જયપુર હાઉસ પોલીસ ચોકી વિસ્તારમાં રહેતા મોહિતના પિતાને શનિવારે કોરોનાને પગલે મોત થયું હતું. ઘણા પ્રયત્ન કરવા છતાં મૃતદેહ લઈ જવા માટે એમ્બ્યુલન્સ મળી ન હતી. છેવટે મજબૂતને લીધે મોહિતે તેના પિતાના મૃતદેહને કારની છત પર બાંધીને લઈ જવો પડ્યો હતો.

જેથી મજબુરીમાં પુત્રએ પિતાના મૃતદેહને પોતાની કારની છત પર બાંધી દીધો હતો અને સ્મશાન ખાતે પહોંચ્યો હતો. આ ઘટનાને જેણે પણ નજરે જોઈ તેઓ ભાવુક થઈ ગયા હતા. કોરનાકાળમાં સ્મશાન ખાતે પણ અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. જાણવા મળ્યું છે કે, પિતાના મૃતદેહને કારની છત પર બાંધીને સ્મશાનઘાટ પહોંચેલા વ્યક્તિએ પણ આ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. થોડા સમય પછી જ્યારે વારો આવ્યો ત્યારે દીકરાએ પિતાના મૃતદેહને કારની છત પરથી ઉતારીને અંતિમ સંસ્કાર કર્યાં હતાં. આ દરમિયાન હાજર લોકોની આંખમાંથી આંસુ સારી પડ્યા હતા.

લોકોએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. કોરોનાને લીધા આગ્રામાં સતત મોત વધી રહ્યા છે. મૃતદેહોને લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ મળી રહી નથી. સ્મશાન ઘાટ પર પણ એમ્બ્યુલન્સમાંથી એક સાથે ત્રણ-ચાર મૃતદેહો ઉતારવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *