કોરોના વચ્ચે માનવતા મરી પરવારી: એમ્બ્યુલન્સ ન મળતા હાથલારીમાં વૃદ્ધાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા

હાલ કોરોનાની મહામારીને કારણે માનવતા મરી પરવારી હોય તેવા અનેક કિસ્સા સામે આવે છે. પરંતુ ગોંડલમાં એક ડોક્ટરની માનવતાના દર્શન કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં…

હાલ કોરોનાની મહામારીને કારણે માનવતા મરી પરવારી હોય તેવા અનેક કિસ્સા સામે આવે છે. પરંતુ ગોંડલમાં એક ડોક્ટરની માનવતાના દર્શન કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક વૃદ્ધા રિક્ષામાંથી બેભાન થઇ પડી જાય છે અને ડોક્ટરને જાણ થતા તેઓ ત્યાં દોડી આવે છે. અન્ય કોઇ વાહન ન મળતા ડોક્ટર અને તેનો સ્ટાફ વૃદ્ધાને બાજુમાં પડેલી એક રેકડીમાં સુવડાવી દે છે. ત્યારબાદ ડોક્ટર જાતે રેકડી ચલાવી બાજુની હોસ્પિટલ સુધી પહોંચાડે છે. ડોક્ટરની માનવતાના દર્શન જોઇ ગોંડલવાસીઓ તેને સલામ કરી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ, ગોંડલની શ્યામ વાડી પાસે વૃદ્ધા રિક્ષામાંથી બેભાન હાલતમાં નીચે જમીન પર પડી ગયા હતા. જેથી ડોક્ટર દ્વારા જાતે જ વૃદ્ધાને રેકડીમાં ગોકુલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટર રેકડી ચલાવીને વૃદ્ધાને લઇ જતા માનવતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું. જાણવા મળ્યું છે કે, ડોક્ટર ગોકુલ હોસ્પિટલમાં જ ગાયનેક તરીકે પ્રેક્ટિસ કરે છે.

વૃદ્ધાને રેકડીમાં હોસ્પિટલ સુધી ખસેડનાર ડોક્ટરનું નામ હિતેષ કાલરિયા છે. તેઓએ જણાવ્યું હતું કે, હું ગોંડલમાં શ્યામ વાડી પાસે ગોકુલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી ગાયનેક તરીકે પ્રેક્ટીસ કરૂ છું. હું જ્યાં રહુ છું ત્યાં એક માસી કે જેની ઉંમર 65થી 70 વર્ષની હશે, તેમને થોડા દિવસથી વીકનેસ રહેતી હતી. આથી તેમને હોસ્પિટલ સારવાર માટે લઇ જતા હતા.

ડો.હિતેષ કાલરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સમયે રસ્તામાં જ તેઓ બેભાન થઇને રિક્ષામાંથી પડી ગયા હતા. આથી તેમને ફરી રિક્ષામાં લઇ જવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમનું બોડી હેવી હોવાથી રિક્ષામાં લઇ જવા અશક્ય હતા. આ સમયે લોકો પણ ડરતા હતા જેથી બાજુમાં કોઇ આવતું ન હતું. આ સમયે 108 મળવી પણ મુશ્કેલ હતી. આથી બાજુમાં રેકડી પડી હતી તેમાં સુવડાવી તેમણે હોસ્પિટલ લઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *