હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીની સાથે જ સ્ત્રીઓની સાથે થતાં શારીરિક તેમજ માનસિક અત્યાચારની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે. બોટાદ જીલ્લામાં આવેલ ગઢડા સ્વામીનારાયણ મંદિરમાંથી સામે આવી રહી છે.
સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ગઢડામાં આવેલ સ્વામિનારાયણ મંદિર ફરી આવ્યું વિવાદમાં સામે આવી રહ્યું છે. ગઢડામાં આવેલ સ્વામિનારાયણ મંદિરનાં સાધુઓ પર સૃષ્ટિવિરૂધ્ધનાં કૃત્યથી લઈને સેક્સસીડી કાંડ સુધી બદનામ થઈ ચુકેલ સ્વામીઓ સહેજ પણ સુધરવાનું નામ ન લેતાં હોવાની વધુ એક ઘટના સામે આવી રહી છે.
ગઢડામાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં મહિલા સાધ્વીનો આપત્તિજનક વીડિયો વાયરલ થતાં જ હોબાળો મચી જવા પામ્યો છે.મહિલા સાધ્વીનો બાથરૂમનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ કિસ્સામાં મંદિરનાં હરજીવન સ્વામી તેમજ લક્ષ્મીનારાયણ સ્વામીની વિરુદ્ધ આરોપ લાગ્યો છે.
ગઢડામાં આવેલ સ્વામિનારાયણ મંદિરનાં દેવ પક્ષનાં સાધુઓની વિરુદ્ધ આરોપ લાગ્યો છે. દેવપક્ષ તેમજ આચાર્ય પક્ષનાં રાજકારણની વચ્ચે સંતે બધી જ મર્યાદાને નેવે મુકીને મહિલા સાધવીનો વીડિયો વાયરલ કર્યો છે.ગઢડામાં આવેલ સ્વામિનારાયણ મંદિરનાં સંતોએ હાલમાં જ શેતાનને પણ શરમાવે એવું કૃત્ય કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
આની પહેલાં પણ શરમજનક કાર્યોમાં આ મંદિરનાં સંતોનાં નામ ઉછળી ચુક્યા છે ત્યારે ગઢડામાં આવેલ સ્વામિનારાયણ મંદિરનાં ચેરમેન હરીજીવન સ્વામી તથા કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામીની વિરુદ્ધ આ ઘટનામાં આરોપ થઈ રહ્યા છે.
મંદિરનાં સંતે મહિલા સાધ્વીનો જે વીડિયો વાઈરલ કર્યો છે. તે વિડીયોમાં મહિલા સાઘ્વી બાથરૂમ કરવાં માટે ગઈ હતી, એ સમયે સંતે વીડિયો ઉતારી લીધો હતો તેમજ એને સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ કર્યો હતો.મહિલાની આપત્તિજનક પરીસ્થિતિમાં હોય એવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
દેવપક્ષ તેમજ આચાર્ય પક્ષની રાજનીતિની વચ્ચે સંતોએ હવે મર્યાદાને નેવે મૂકી હોય એવું દેખાઈ રહ્યું છે. મહિલાનો વીડિયો ઉતારનાર બંને સંત દેવ પક્ષનાં હોવાનું સામે આવી રહ્યું છે.હરીજીવન સ્વામી ગઢડામાં આવેલ સ્વામિનારાયણ મંદિરનાં ચેરમેન છે.
હરીજીવન સ્વામી તેમજ કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામીની વિરુદ્ધ આરોપ કરવામાં આવી રહ્યો છે, કે મંદિરનાં સંતે મહિલા સાઘ્વીનો વીડિયો વાયરલ કર્યો છે. સંતોએ મહિલા સાધ્વીનો પેશાબ કરતો વીડિયો બનાવ્યો હતો. દેવપક્ષ તેમજ આચાર્ય પક્ષની રાજનીતિની વચ્ચે સંતે મર્યાદાને નેવે મુક્કી હોવાનું ચર્ચામાં આવી રહ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews