કામ ન કરનાર અધિકારીઓ ઉપર ગડકરી થયા સખત, કહ્યું- દેખાડશે બહારનો રસ્તો

કેન્દ્રીય રોડ પરીવહન તેમજ રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતાના મંત્રાલયમાં કામ ન કરનાર અને તેમાં અડચણરૂપ બનનાર અધિકારીઓને બહારનો રસ્તો દેખાડવાની ચેતવણી આપી છે.ગડકરીએ કહ્યું કે એવા અધિકારીઓ જે ફાઈલો દબાવીને બેઠા છે અને ન તો પોતે કોઈ ફેસલો કરે છે કે ન તો બીજાને કરવા દે છે તેમને બહાર કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે આળસુ કર્મચારીઓને સહન કરવામાં નહીં આવે. ગડકરીએ સોમવારના રોજ માર્ગ સુરક્ષા સાથે જોડાયેલા સંગઠનની બેઠકમાં સ્પષ્ટ કહ્યું કે ધૈર્યની પણ એક સીમા હોય છે.

તેમણે કહ્યું કે એવા અધિકારીઓ જે નક્કી કરેલા સમયે નિર્ણય ન કરી રોડ સુરક્ષા ના નિયમોમાં બાંધછોડ કરી લે છે અથવા જે વિસ્તૃત પરિયોજના રિપોર્ટમાં ગડબડી અને ખોટા માર્ગ એન્જિનિયરિંગ માટે જવાબદાર છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.તેમણે કહ્યું કે ભારત એવો દેશ છે જ્યાં આતંકવાદ કે નક્સલવાદ ની ઘટનાઓ કરતાં વધારે લોકો રોડ દુર્ઘટનામાં મૃત્યુ પામે છે. ગડકરીએ કહ્યું કે દુર્ઘટનાઓ રોકવાના તમામ પ્રયાસો બાદ પણ ભારત આ મામલે દુનિયામાં પહેલા નંબરે છે. અહીંયા દુર્ઘટનામાં કરનાર વ્યક્તિઓમાં 65% લોકો 18 થી 35 વર્ષના હોય છે.

ગડકરીએ કહ્યું કે સરકારમાં કામ ન કરનાર અને તેમ જ બેસી રહેનાર અધિકારીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવશે. કોઈપણ પ્રકાર નો વિલંબ કરવામાં નહીં આવે. આવા અધિકારીઓમાં સંવેદના નથી હોતી અને તેમાં નિર્ણય લેવાની ક્ષમતા નથી હોતી. તેઓ ખોટા રિપોર્ટ તૈયાર કરે છે અને વર્ષો સુધી ફાઇલોને દબાવીને બેસી રહે છે. તેઓ પોતે પણ ફેંસલો નથી લેતા અને બીજાને પણ તેનો નિર્ણય કરવા નથી દેતા. કોઈના ધૈર્યની પણ એક સીમા હોય છે.ગડકરીએ કહ્યું કે આ વર્ષે આપણે પ્રતિદિન 30 કિલોમીટર રોડ બનાવવા લાગીશુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *