21 નહી પણ માત્ર 7 દિવસમાં થશે કૈલાશ માનસરોવર યાત્રા- મોદી સરકારએ કર્યું અદ્ભુત કામ

ચીનની હદ સુધી રોડ બનાવવાથી પ્રસિદ્ધ કૈલાસ માનસરોવરની યાત્રા હવે સરળ થઇ જશે. આ યાત્રામાં હવે ફક્ત એક અઠવાડિયાનો સમય લાગશે.અત્યાર સુધી આ યાત્રા કરવામાં 21 દિવસનો સમય લાગતો હતો. કૈલાસ-માનસરોવર યાત્રા માટે અત્યાર સુધી યાત્રિકોને આધાર શિબિર ધારચૂલા થી ૮૦ કિલોમીટરની યાત્રા પગપાળા જ કરવી પડતી હતી.

દુર્ગમ સ્થળોથી જઈને પસાર થનારી યાત્રા ખૂબ જોખમ ભરેલી હતી. યાત્રિકોને પહેલી સાંજ કેમ્પ માં વિતાવવી પડતી હતી. ત્યારબાદ માંગતી, ગાલા, બુંદી, ગુંજી અને નાભિઢંગના પડાવો પર રોકાવું પડતું હતું.

સીમા સુધી રોડ બનાવવાના કારણે હવે કૈલાશ યાત્રી દિલ્હી થી સીધા લીપુલેખ પહોંચી શકશે. આ રોડ બનવાથી અત્યાર સુધી અઘરી માનવામાં આવતી યાત્રા સરળ થઇ જશે. આ ઉપરાંત છોટા કૈલાસની યાત્રા પણ સરળ થશે.

છોટા કૈલાસના યાત્રી ગુંજી, કુટી સુધી વાહનથી પહોંચી શકશે.તેના માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહની પ્રશંસા કરતા કહ્યું કે આ અદ્ભુત અને પ્રશંસનીય છે કે સીમા સંગઠન એ આ કઠણ કાર્ય પૂરું કર્યું છે .

રોડ માટે ઓનલાઇન ઉદ્ઘાટનના અવસર પર હાજર રહેલા તે વિસ્તારના સાંસદ અજય તમતા એ રોડ નો મામલો પણ રક્ષા મંત્રી સામે ઉઠાવ્યો હતો.તેના પર જવાબ આપતા કહ્યું હતું કે ૨૦૨૧માં માર્ચ સુધી આ માર્ગનું નિર્માણ પણ પૂર્ણ થઈ જશે.

જણાવી દઈએ કે પિથોરાગઢ થી કૈલાસ માનસરોવરની યાત્રા માટે લીપુલેખ સરહદ સુધીના માર્ગ બનાવવાની કામગીરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજનાઓમાં શામેલ કરવામાં આવી હતી. પીએમઓના અધિકારીઓ માર્ગ બાંધકામના કામ પર નજર રાખી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *