ગુજરાતમાં અવાર-નવાર જુગારીઓ જુગાર રમતા પકડાય છે. પોલીસ દ્વારા પેટ્રોલીગ કરીને આવા જુગારીઓને પકડી પાડતી હોય છે. ત્યારે હાલમાં આવી જ વધુ એક ઘટના સામે આવી છે પરંતુ આ ઘટનામાં પોલસે જુગારીઓને નથી પકડ્યા પરંતુ પોલીસ ખુદ જુગારના આરોપીઓ સામે જ પોલીસ સ્ટેશનમાં જુગાર રમી રહ્યા હતા. ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ જુગારના આરોપીઓ સામે જ જુગાર રમતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોના કારણે વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
હાલમાં મળતી માહિતી અનુસાર, પોલીસ આરોપીઓની સામે જ જુગાર રમતા હોવાથી પોલીસ વિભાગમાં પણ ભારે ચર્ચા જાગી છે. આ ઘટના બાદ સમગ્ર ગુજરાત પોલીસ બેડમાં ખળભળાટ મચી ગયો છે. હકિકત તપાસવા જિલ્લા પોલીસ વડાએ એલસીબીના વડા જે.એમ.ચાવડાને તપાસ કરવા આદેશ આપ્યો છે. એલસીબીની તપાસ બાદ હવે સમગ્ર ઘટના વિષે જાણ થઈ શકે છે.
પોલીસ વડાના જણાવ્યા અનુસાર, હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે આ વિડીયો ખંભાળિયા પોલીસ સ્ટેશનનો છે. જોકે, હાલમાં આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે. ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક જુગારના કેસમાં 3 જેટલા આરોપીઓને પોલીસે પકડ્યા હતા અને ત્યાર બાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જે સમયે આરોપીઓને બેસાડી તેની સામે જ પોલીસ કર્મીઓ ગંજીપાના ઢિંચતા હોવાનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો જન્માષ્ટમી તહેવારના દિવસો આસપાસનો હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે. દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીએ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા એલસીબીને તપાસ સોંપી છે.
દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીએ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને જણાવ્યું કે, ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ જુગાર રમતી હોવાનો વીડિયો મારા સુધી પણ પહોંચ્યો છે. સમગ્ર મામલે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ થશે. આ બનાવની હકિકત તપાસ માટે એલસીબીને તપાસ સોંપી છે. જેના રિપોર્ટના આધારે કસુરવાર પોલીસ સામે પગલા લેવાશે. ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ જુગાર રમે છે તેવો વિડીયો વહેતો થયો છે. જેની સામે જુગારમાં જે આરોપીઓ ઝડપાયા છે તે પણ બેઠા છે. જે તમામને રૂબરૂ બોલાવી નિવેદન નોંધી સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en