સિવિલથી રજા અપાયેલા કોરોના દર્દીની લાશ બસ સ્ટેન્ડમાં રઝળતી મળી, CM રૂપાણી એકશનમાં

હાલ જયારે કોરોના વાયરસે બધી જ બાજુ તેની કહેર મચાવી છે ત્યારે આવા સમયમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાયેલા દર્દીની…

હાલ જયારે કોરોના વાયરસે બધી જ બાજુ તેની કહેર મચાવી છે ત્યારે આવા સમયમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાયેલા દર્દીની લાશ દાણીલીમડાના BRTS બસ સ્ટેન્ડમાંથી મળી આવી હતી. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ ઘટનાની તપાસ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે.પી ગુપ્તાને સોંપવાનો પણ નિર્ણય કર્યો છે.

મળેલી માહિતી મુજબ, 10 મે એ આ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે તેને 14 મે ના રોજ  હોમ આઈસોલેશન કરવાનો હતો એટલા માટે તેને બસમાં મોકવામાં આવ્યો હતો. તેણે બસ ડ્રાઈવરને દાણીલીમડા ઉતરવાનું છે એમ કહ્યું હતું. તે બસમાંથી સ્ટેન્ડ પર ઉતર્યો અને ત્યા જ તેનું મૃત્યુ થયું હતું. આ દર્દી દાણીલીમડાના રોહિતનગરનો રહેવાસી હતો.

આ ઘટનાની જાણ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને થતા તેઓએ તાત્કાલિક પણ સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે આદેશ આપ્યો છે. ત્યારે વોર્ડબોયે દવા છાંટવા અને મૃતદેહને ઢાંકવા પ્લાસ્ટિક માટે પૈસા માંગ્યાના આરોપો પણ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં જે કોઈપણ જવાબદાર જણાશે તેની સામે કડક પગલાં ભરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *