Surendranagar Accident: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ હાઈવે પર મોટી મજેઠી અને રાજપર વચ્ચે દૂધના ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમા દાદા-પૌત્ર અને સાળાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં એક બાળકીનો આબાદ બચાવ(Surendranagar Accident) થયો હતો.આ બનાવમાં સાળા-બનેવી પોતાના પરિવારના સંતાનો સાથે બાઈક પર બેંકમાંથી સ્કોલરશીપ ઉપાડવા માટે જઈ રહ્યા હતા ત્યારે જ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે.
દૂધના ટેન્કર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો
ટડી તાલુકાના ભડેણા ગામના 60 વર્ષના કેસભાઈ ગંગારામભાઈ પાંચાણી પોતાના 8 વર્ષના પૌત્ર રોનક મેરૂૂૂભાઇ પાંચાણી અને પોતાના સાળા ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને અન્ય બે દીકરીઓ આરતીબેન ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને અંજનીબેન મેરૂૂૂભાઇ પાંચાણીને મોટરસાયકલ પર લઈને ભડેણાથી કમાલપુર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં છોકરાઓના સ્કોલરશિપના નાણાં ઉપાડવા જઈ રહ્યાં હતા.
ત્યારે સામે મજેઠીથી માતેલા સાંઢની માફક પૂરઝડપે આવતા દૂધના ટેન્કર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા દૂધના ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર જોરદાર અકસ્માત સર્જાયો હતો.જેમા દૂધનું ટેન્કર ફંગોળાઈને ખેતરમા જતું રહ્યું હતું.જ્યારે મોટરસાયકલ પર સવાર બધાય લોકો રોડ નીચે પટકાયા હતા.
દાદા-પૌત્ર અને સાળાનું કમકમાટીભર્યું મોત
આ ગોઝારા અકસ્માતની ઘટનામાં દાદા કેસભાઈ ગંગારામભાઈ પાંચાણી(ઉ.વ.60)અને એમના પૌત્ર રોનક મેરૂભાઇ પાંચાણી(ઉ.8)ને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.અકસ્માતની ઘટનામાં એક બાળકીનો આબાદ બચાવ થયો હતો.જ્યારે એક બાળકી હજી કોમામાં વિરમગામ હોસ્પિટલમા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
દૂધના ટેન્કરે મોટરસાયકલને 17 ફૂટ સુધી ઢસડ્યા
આ ઘટનાના પગલે ભડેણા સરપંચ રાજુભાઈ સહિતના ગ્રામજનો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા.આ અકસ્માતની ઘટનાની જાણ થતાં બજાણા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ દૂધના ટેન્કર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કર્યો હતો.આ ગોઝારા અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવતા દૂધના ટેન્કરે મોટરસાયકલને 17 ફૂટ સુધી ઢસડ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App