ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

આ રાશિના જાતકો પર રહેશે ગણપતિની અસીમ કૃપા: જાણો તમારી રાશી મુજબ

મેષ: આજે મીડિયા કે સંપર્ક સૂત્રો દ્વારા થોડી એવી જાણકારી મળશે કે તમારા કામ સહેલા થઇ જશે. તમે તમારા કામમાં અનોખી રીત પ્રદર્શન કરશો. આ સમયે તમારી રાશિમાં મંગળ વિરાજમાન થઇને તમને બહાદુરી અને ઊર્જાવાન બનાવીને આગળ વધારવામાં મદદ કરશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે એટલે તેમનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કોઇ બાળકના કારણે ચિંતા આવી શકે છે.

મિથુન: ઘરમાં નવી વસ્તુની ખરીદી થઇ શકે છે. જમીન-સંપતિ અંગે કાર્ય પણ પ્રગતિ પર રહેશે. પોતાની જાતને સાબિત કરવાનો સમય મળશે. જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. કોઇ નજીકના સંબંધિને લગતાં અશુભ સમાચાર મળવાથી મન દુઃખી થઇ શકે છે. આર્થિક સ્થિતિઓમાં ઘટાડો આવવાથી મનમાં નકારાત્મકતા રહેશે.

સિંહ: આજે કોઇ મોટી મુશ્કેલી દૂર થવાથી માનસિક શાંતિ મળશે. અનુભવી લોકોના માર્ગદર્શનથી અનેક મુશ્કેલીઓનું પણ સમાધાન થશે. માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે રોચક અને જ્ઞાનવર્ધક સાહિત્યને વાંચવામાં સમય પસાર કરો. અન્યના મામલે કોઇને સલાહ આપશો નહીં. કોઇ મુશ્કેલી તમારા માટે આવી શકે છે અને ખોટો સમય બગડશે.

તુલા: આજે મોટાભાગના કામ દિવસની શરૂઆતમાં પૂર્ણ થઇ જશે. કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત મનને શાંતિ આપશે. ઘરમાં કોઇ ધાર્મિક કાર્ય થઇ શકે છે. કોઇ ખાસ સંબંધિ દ્વારા તમેં ભેટ સ્વરૂપ ગમતી વસ્તુ મેળવી શકો છો.  બપોર પછી કોઇ ખરાબ સમાચાર મળવાથી મન દુઃખી રહેશે. ઘરમાં વધારે અનુશાસન અને ટોકાટોકી રાખવાથી ઘરના લોકોને મુશ્કેલી ઉત્પન્ન થશે.

ધન: આજકાલ તમારો રસ ધાર્મિકતા તરફ આગળ વધી રહ્યો છે, જેના લીધે તમે તમારી અંદર વધારે સુખ અને આત્મિક શાંતિનો અનુભવ કરશો. તમારા જીવનમાં પણ સુધાર આવશે. બેંક અથવા રોકાણને લગતાં કોઇ કામ બગડવાના કારણે મનમાં તણાવ રહેશે. બાળકના ઉગ્ર સ્વભાવના કારણે ઘરમાં માનસિક તણાવ રહેશે.

કુંભ: નવા કાર્યો થશે, તેમને શરૂ કરવા માટે તમારા સંપર્ક સૂત્રો તરફથી પણ મદદ મળી શકશે. લોકો સાથે તમારો મધુર તથા સહયોગાત્મક વ્યવહાર તમારી ઈમેજને વધારે નિખારશે. નાણાકીય બાબતે મુશ્કેલી રહેશે. જેના કારણે અનેક મહત્ત્વપૂર્ણ કામ રોકાઈ શકે છે. તમારી ગતિવિધિઓને કોઈ ને ના કહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en