કોંગ્રેસ પ્રમુખના પુત્ર સહિત 20 નબીરાઓ દારૂપાર્ટી કરતા રંગે હાથે ઝડપાયા

ગુજરાતમાં અવાર-નવાર દારૂ પાર્ટી કરતા લોકને પોલીસ ઝડપી પડતી હોય છે. ત્યારે આજ ફરી એક વખત ગાંધીનગર જિલ્લાના સાંતેજ પાસે આવેલા રણછોડપુરા ગામ નજીકના શ્રમદીપ…

ગુજરાતમાં અવાર-નવાર દારૂ પાર્ટી કરતા લોકને પોલીસ ઝડપી પડતી હોય છે. ત્યારે આજ ફરી એક વખત ગાંધીનગર જિલ્લાના સાંતેજ પાસે આવેલા રણછોડપુરા ગામ નજીકના શ્રમદીપ ફાર્મ હાઉસમાં અમદાવાદના 20 નબીરાને દારૂની મહેફિલ માણતાં સાંતેજ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 7 ગાડી, 21 મોબાઈલ સહિત 89 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મિત્રની બર્થ ડે હોવાથી મહેફિલ માણવા ભેગા થયા હતા. પોલીસને જોઈ એક આરોપીએ દારૂની બે બોટલ દીવાલની બહાર ફેંકી દીધી હતી. દારૂ પીધેલા પકડાયેલા નબીરાઓમાં અમદાવાદ શહેર કોંગ્રેસ-પ્રમુખ શશિકાંત પટેલનો પુત્ર પણ સામેલ છે.

આ સમગ્ર ઘટના અંગે સાંતેજ પોલીસને બાતમી મળી હતી કે, રણછોડપુરા ગામ પાસે આવેલા શ્રમદીપ ફાર્મમાં કેટલાક યુવકો ભેગા થઈ દારૂની મહેફિલ માણે છે, જેથી સાંતેજ પોલીસની ટીમે ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો હતો. પોલીસને ત્યાંથી એક દારૂની બોટલ, પડીકા અને ગ્લાસ અને બે દારૂની બોટલના ખોખા મળી આવ્યાં હતાં. પોલીસને જોઈ એક આરોપીએ બંને બોટલ દીવાલની બહાર ફેંકી દીધી હતી. કલોલ ડિવિઝન Dy.SP. વી.એન.સોલંકીએ જણાવ્યું હતું કે, આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને ફાર્મહાઉસ કોનું છે વગેરે અંગે રિમાન્ડ મેળવી તપાસ કરવામાં આવશે.

સાંતેજમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નબીરા:

આદિત્ય જગત પંચાલ (ઉ.વ.20) 34, અષ્ટવિનાયક-36 સુઘડ ગામ, અગોરા મોલની પાછળ ગાંધીનગર
હસ્ત સંદિપ પટેલ (ઉ.વ.19) હસ્ત વિલા બંગ્લોઝ, સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલની સામે બોડકદેવ અમદાવાદ

યુગ તેજ રાજપુરોહિત (ઉ.વ.20) બી/8, ગોયલ ઈન્ટરસિટી, સાલ હોસ્પિટલ પાછળ, ડ્રાઈવ ઈન રોડ, વસ્ત્રાપુર અમદાવાદ
માનુસ ગૌરાંગભાઈ દેસાઇ (ઉ.વ.19) 9, પ્રતિમા સોસાયટી, વિજય ચાર રસ્તા નવરંગપુરા અમદાવાદ

આર્યમાન રાકેશભાઈ પટેલ (ઉ.વ.18) 311, રામદેવ વિલા, એસ જી હાઈવે મહેન્દ્રા શોરૂમની બાજુમાં સોલા અમદાવાદ
દેવ શશીકાંત પટેલ (ઉ.વ.21) 17, હેરિજેટ હોમ્સ, થલતેજ અમદાવાદ

રામ અમરતભાઈ પટેલ (ઉ.વ.19) ખ્યાતી વર્લ્ડ સ્કૂલની પાછળ, રાંચરડા ગામ, તાલુકો કલોલ, જિ-ગાંધીનગર
તિલક દર્શનભાઈ લાખાણી (ઉ.વ.19) 24, શ્યામ વિહાર બંગ્લોઝ, થલતેજ-શીલજ રોડ, થલતેજ અમદાવાદ

વંશીલ પ્રશાંત શાહ (ઉ.વ.19) 8, ઉપવન બંગ્લોઝ, ખ્યાતિ સર્કલ નજીક, શીલજ ગામ, તાલુકો-દસ્ક્રોઈ, અમદાવાદ
હર્ષીલ વિપુલભાઈ શેલડીયા (ઉ.વ.19) 41, સંસ્કાર ભારતી સોયાટી, અંકુર રોડ, નારણપુરા, અમદાવાદ

અભિષેક રાકેશભાઈ પટેલ (ઉ.વ.20) 311, રામદેવ વીલા, સરખેજ ગાંધીનગર હાઈવે, સોલા અમદાવાદ
કવન મિકેશભાઈ પટેલ (ઉ.વ.19) પટેલવાસ બોડકદેવ ગામ અમાદવાદ

જય તપનભાઈ પટેલ (ઉ.વ.19) 43, આકાંક્ષા બંગ્લોઝ, ન્યુ ઈન્ડિયા કોલાની, હાથીજણ અમદાવાદ
ખુશ્મ ઉમેશભાઈ પટેલ (ઉ.વ.19) 41, સંસ્કાર ભારતી સોસાયટી, અંકુર રોડ, નારણપુરા, અમદાવાદ

દુલાર રાજેશભાઈ પટેલ (ઉ.વ.19) 26, શ્યામવિહાર બંગ્લોઝ, થલતેજ -શીલજ રોડ, અમદાવાદ
શુભ જનક પંચોલી (ઉ.વ.19) 4,અંક્ષીની બંગ્લોઝ, શીલજ ગામ, તાલુકો દસ્ક્રોઈ, જિ-અમદાવાદ

તીર્થ નરેશભાઈ પટેલ (ઉ.વ.21) 10-બી પરમાત્મા સોસાયટી, ડી કે પટેલ હોલ પાસે નારણપુરા અમદાવાદ
તીર્થ સુખદેવભાઈ પટેલ (ઉ.વ.20) ટાઈટેનિયમ-1 બિલ્ડીંગની બાજુમાં, પકવાન ચાર રસ્તા, રાજપથ ક્લબ સર્વિસ રોડ, બોડકદેવ અમદાવાદ

આદિત્ય નીતિશભાઈ ગાંધી (ઉ.વ.21) એ-4 નીરવ ફ્લેટ, એ જી હાઈસ્કૂલ પાછળ, નવરંગપુરા અમદાવાદ
જય સુકેશભાઈ સરકાર (ઉ.વ.19) ર-બી અશોક વાટીકા, બોપલ આંબલી રોડ, બીઆરટીએસ રોડ અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *