“સાધુના વેશમાં શેતાન”: ગાંધીનગરમાં લૂંટતા હતા સોનું-રોકડ, ‘મદારી’ બંધુનો આ રીતે ફૂટ્યો ભાંડો

ગાંધીનગર(ગુજરાત): ગાંધીનગર જિલ્લામાં લૂંટના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ફરી એક વાર લુંટનો બનાવ જોવા મળ્યો છે. ક્રાઇમ બ્રાંચે ગાંધીનગરમાં બાવાનું રૂપ ધારણ કરી રસ્તામાં વ્યક્તિઓને રોકી આશ્રમનું સરનામું પૂછવાના બહાને ધ્યાન ભટકાવીને સોનાના દાગીના તેમજ રોકડ રકમ લઈ ભાગી જનાર 2 સગા ભાઈઓની માહિતીના આધારે કલોલ પિયર કેનાલ પાસેથી ધડપકડ કરવામાં આવી છે. ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ આરતી તેમની ટીમ સાથે આ અંગે કલોલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન કોસ્ટેબલને મળતી ચોક્કસ માહિતીના આધારે, 2 વ્યક્તિઓ પિયજ કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યા છે જેમાંના 1 વ્યક્તિએ ભગવા કલરના કપડા તેમજ બીજાએ ટીશર્ટ તેમજ લોઅર પહેર્યું છે. બાતમીદારે જણાવ્યું હતું કે, તેઓ લોકોનો વિશ્વાસ જીતી દાગીના તેમજ રોકડ રકમ સેરવી લેતા હતા.

બાતમી મળેલ સ્થળે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડતા ગલોડિયાનો ટેકરો અમદાવાદના પરદેશીનાથ હજાનાથ પઢીયાર અને તેના ભાઈ જવારીનાથની ધડપકડ કરવામાં આવી હતી. પુછપરછ કરતા નાગાબાવાનું રૂપ ધારણ કરીને આશ્રમ સરનામું પૂછવાના બહાને એકલા વ્યક્તિને વાતોમાં રાખી રોકડ રકમ લઇ લેતા હોવાનુ આરોપીઓએ કબૂલ્યું હતું .

ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર જય વાઘેલાએ આ બનાવ અંગે જણાવ્યું હતું કે, બન્ને ભાઈઓ તેના સાગરીત કાળુંનાથ ગુલાબ નાથ મદારીની કારમાં ગાંધીનગર, મહેમદાવાદ, મહુધા અને સાબરકાંઠાના વાલી વિસ્તારમાં જતા હતા . ત્યારબાદ જવારીનાથ નાગાબાવાનો વેશ ધારણ કરતો હતો અને એકલા જતા વ્યક્તિઓને આશ્રમનું સરનામું પૂછવાના બહાને વાતોમાં રાખીને ધ્યાન ભટકાવી સોનાના દાગીના તેમજ રોકડ રકમ કાઢી લઈને કારમાં ભાગી જતા હતા.

અગાઉ પણ આવોજ એક બનાવ ગાંધીનગરમાંથી  સામે આવ્યો હતો. પાંચ મહિના પહેલા આજ મોડસ ઓપરેન્ડીથી બ્રણા રોડ પર એક વ્યક્તિનો સોનાનો દોરો કાઢી લીધો હતો. જેને કારણે વડાલી પોલીસ મથકમાં ગુનો પણ નોંધ્યો હતો. જેમની કડક રીતે પૂછપરછ કરતા બે ગુનાનો ભેદ ઉકેલી દાગીના રોકડ રકમ મળીને કુલ  4,72,400 રૂપિયાનો માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *