ગુજરાત(Gujarat): રાજ્યના પાટનગર ગાંધીનગર(Gandhinagar)માં મેયરને લઈને ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે. ગાંધીનગરની જનતાને નવા મેયર મળી ગયા છે. હવે આગામી સમયમાં નવા મેયર તરીકેનો પદભાર સંભળાશે. ગાંધીનગરના નવા મેયર તરીકે હિતેશ મકવાણા(Hitesh Makwana) ગાંધીનગરના નવા મેયર બન્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનની મેયર પદ તરીકે પ્રથમ અઢી વર્ષ માટે એસસી માટે અનામત હોવાથી વોર્ડ-4ના ભરત દિક્ષિત અને વોર્ડ નં-8ના હિતેશ મકવાણાનું નામ રેસમાં હતું તો બીજી તરફ બીજા અઢી વર્ષ માટે મેયર પદ સ્ત્રી માટે અનામત હોવાથી પ્રથમવાર કોઈ પુરૂષને તક અપાય તેવી શક્યતાઓ જોવા મળી રહી હતી. પરતું હવે નવા મેયરનું નામ જાહેર થઈ ગયું છે ત્યારે હવે નવા મેયર તરીકે હિતેશ મકવાણા પાટનગરની કમાન સંભાળશે.
ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી:
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષમાં પહેલીવાર સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. મહાનાગપાલિકાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીએ 41 બેઠક પર પ્રચંડ વિજય હાંસલ કર્યો છે, જ્યારે કોંગ્રેસને બે અને આમ આદમી પાર્ટીના ફાળે એક બેઠક આવી છે.
ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 46% મત મળ્યા છે જ્યારે કોંગ્રેસને 28% અને AAPને 21% મત ફાળે ગયા છે. કોંગ્રેસ અને AAPને બન્નેના મતની ટકાવારી ભેગી થાય તો ભાજપના મત કરતા વધુ ટકાવારી થાય છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતોમાં મોટી ઉથલપાથલ કરી હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.