ઉત્તર ગુજરાતને પ્રાચીન મંદિરોની પુણ્યભૂમિ ગણવામાં આવે છે. ઊંઝા, ઐઠોર, સુણોક, કામલી, વાલમ, વડનગર, ભાખર, સિદ્ધપુર જેવા અનેક ગામોમાં સદીઓ જુના મંદિરો છે જેના અવષેશ ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરતા ઉભેલા જોવા મળે છે. જેમાં ઊંઝામાં કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું મંદિર, સિદ્ધપુરમાં રૂદ્રમહાલય તથા વડનગરમાં કીર્તિ તોરણ, ઐઠોરમાં ડાભી સુંઢવાળા શ્રી ગણપતિદાદાનું ઐતિહાસિક મંદિર જેવા ધર્મસ્થાનો દેશભરના શ્રદ્ધાળું માટે આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે.
ગુજરાતભરમાં પ્રખ્યાત એવા શ્રી ગણપતિ દાદાનું મંદિર મહેસાણા જીલ્લાના ઊંઝાથી માત્ર 4 કિલોમીટરના અંતર પર પુષ્પાવતી નદીના કિનારે આવેલ ઐઠોરમાં શ્રી ગણપતિદાદાનું ભવ્ય મંદિર અને શિલ્પકલાના નમુનારૂપ ગણવામાં આવે છે.આ મંદિરમાં બિરાજમાન શ્રી ગણપતિદાદાની મૂર્તિ આરસ કે અન્ય કોઈ ધાતુની મૂર્તિ નથી. પરંતુ રેણું માટીમાંથી બનાવેલ છે. આ પ્રાચીન મૂર્તિને સિંદુરને ઘીનો લેપ લગાવામાં આવે છે.
પ્રાચીનાકાળમાં દેવોના લગ્ન હોવાથી દેવી દેવતાઓની જાન જોડાઈ હતી પરંતુ વાકી સૂંઢવાળા અને દુદાળા ગણેશજી તેમના વિચિત્રસ્વરૂપ ના કારણે તેમને આમંત્રણ ન આપ્યું હતું. ઐઠોર અને ઊંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિર નજીક પહોચી ત્યારે ગણેશજીના કોપને કારણે જાનમાં જોડાયેલા તમામ રથ ભાગી ગયા. આ ધટના બનવાનું કારણ સમજાતા દેવોઓં ગણેશજી ને માનવાનો સંકલ્પ કર્યો અને પોતાના ઘોડા-બળદ બાંધીને 33 કરોડ દેવી દેવતા ઓં પુષ્પાવતી નદીને કિનારે આવ્યા અને પૂજન અર્ચન કરીને ગણેશજીને પ્રસન્ન કર્યા.આ મંદિરમાં ડાબી સૂંઢવાળા ગણેશ જી ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.