સુરત(Surat): શહેરના ઉધના(Udhana) વિસ્તારની અંદર ઠંડીના દિવસોમાં ચોરોની ગેંગ સક્રિય થતી હોય છે અને તસ્કરો દ્વારા વિવિધ સોસાયટીમાં જઈને ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા હોય છે. સુરતના ઉધનામાં આવેલા રામનગર ખાતે બે તસ્કરો સફળતાપુર્વક મોટર સાયકલ ચોરી કરતા CCTVમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. સોસાયટીમાં રહેતા લોકોમાં પણ આ ચોરી(Theft)થી ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ચોરો જાણે બેફામ બની ગયા હોય તેવું આ પ્રકારની ઘટના પરથી લાગી રહ્યું છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી જે રીતે સુરત શહેરમાં ઠંડી જોવા મળી રહી છે. તેને કારણે લોકો ઘરની બહાર નીકળતા ખૂબ ઓછા દેખાઈ રહ્યા છે. મોડી રાત સુધી સોસાયટીઓના લોકો સામાન્ય દિવસોમાં જાગતા હોય છે અને બહાર બેસતા હોય છે. પરંતુ આ શિયાળાની ઠંડીના દિવસોમાં લોકો પોતાના ઘરની અંદર જ રહેવાનું વધુ પસંદ કરતા હોય છે. આ સમય દરમિયાન આ ચોરોની ટોળકી વધુ સક્રિય થઇ જવાને કારણે ઘટનાઓને અંજામ આપવામાં સફળ થતી હોય છે. ત્યારે સુરતના રામનગરમાં બે શખ્સો ખૂબ જ શાંતિ પૂર્વક સોસાયટીઓમાં પહેલા ફરે છે અને ત્યારબાદ જે મોટરસાયકલ છે તેની અંદર ડુપ્લિકેટ ચાવી નાખીને તે સ્પ્લેન્ડર ખૂબ જ સરળતાથી કોઈપણ ડર વગર ત્યાંથી લઈને ચાલ્યા જાય છે.
આ મોટરસાઈકલ ચોરી કરતી વખતે 2 યુવાનો સોસાયટીઓમાં પહેલા ફરીને પહેલા જોતા હોય છે કે, કોઈ છે તો નહીને અને ત્યારબાદ આ ઘટનાને અંજામ આપવામાં સફળ રહે છે. તેઓ આ સીસીટીવીમાં કેવી રીતે ગાડી ચોરી રહ્યા છે તે તમે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છે. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, બે શખ્સો પૈકી એક શખ્સ ગાડીમાં ચાવી નાખે છે અને ગાડી ત્યાં શરુ કરતો નથી કારણ કે ગાડીનો અવાજ આવી જાય તો ઘરમાં રહેલા વ્યક્તિ કદાચ બહાર આવી શકે અને તે પકડાઈ જાય તેથી ગાડી ચાલુ કર્યા વગર જ તે સોસાયટીના ગેટ સુધી લઇ જાય છે અને ગેટમાંથી કોઈ અંદર પ્રવેશે તેનું ખાસ ધ્યાન રાખવા માટે અન્ય એક ઈસમ પહેલાથી જ ગેટ ઉપર ઊભો રહે છે અને આ પ્રકારે તસ્કરો અંજામ આપવામાં સફળ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.