કાલાવડ પાસે કાર પલટી જતા સાત વર્ષીય માસુમનું મોત, બે બહેનોએ ગુમાવ્યો એકનો એક ભાઈ ‘ઓમ શાંતિ’

અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, કાલાવડ (Kalavad)ના નિકાવા…

અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, કાલાવડ (Kalavad)ના નિકાવા (Nikava) પાસે ધોરાજી (Dhoraji)ના વાડોદર (Vadodar)થી રાજકોટ (Rajkot) તરફ આવી રહેલા દલીત પરિવારની કાર પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં સાત વર્ષના બાળક યુગને ગંભીર ઈજા પહોચી હતી. જેથી 7 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું. બાળકના મોતને લઈને બે બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો હતો. તેમજ બાળકના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

સ્ટેરીંગ પરથી કાબૂ ગૂમાવતા અકસ્માત:
કારમાં કુલ 6 લોકો સવાર હતા. ધોરાજીના વાડોદર ગામે રહેતા ભરતભાઈ પરબતભાઈ પરમાર (35), તેના પત્ની આરતીબેન (30) પુત્ર યુગ (7), પિતરાઈ ભાઈ ધર્મેશભાઈ રમણીકભાઈ પરમાર (32) દિવાંશીબેન (6) અને સાગર પરમાર (2) સાથે કાર લઈ વાડોદરથી રાજકોટના નાનામવા નજીક ભીમનગરમાં રહેતા બનેવી સંજયભાઈ મકવાણાની ખબર અંતર પુછવા આવી રહ્યા હતા. આ દરમિયાન નિકાવા નજીક ગોલાઈમાં કારચાલક ભરતભાઈએ સ્ટેરીંગ પરનો કાબૂ ગૂમાવતા કાર પલ્ટી મારીને રોડની બાજુમાં પટકાઈ હતી. જેમાં સવાર સાત વર્ષના યુગને ગંભીર ઈજાઓ પહોચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

બે બહેનોએ એકનો એક ભાઈ ગૂમાવ્યો:
અકસ્માતને પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. તેમજ એકઠા થયેલા લોકો દ્વારા તાત્કાલીક 108ને જાણ કરવામાં આવી હતી. પરંતુ 108ના ઈએનટીએ બાળકને તપાસી મૃત જાહેર કર્યો હતો. તેમજ સદનસીબે કારમાં સવાર અન્ય કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી. જયારે મૃતક યુગને પીએમ માટે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, મૃતક યુગ ધોરણ-2માં અભ્યાસ કરતો હતો અને તેના પિતા ખેતીકામ કરે છે તેમજ બે બહેનના એકના એક ભાઈના મોતથી પરિવાર પર આભ તૂટી પડયુ હતું. બનાવ અંગેની જાણ નિકાવા પોલીસને કરતાં સિવિલ હોસ્પિટલ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ બાળકના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *