દેશની રાજધાની દિલ્હી(Delhi)માં ત્રણ વર્ષની બાળકી હવસનો શિકાર બની છે. બે યુવકોએ મળીને તેની સાથે દુષ્કર્મ(misdemeanor) આચર્યું હતું. બાળકી ઘરમાંથી ગાયબ હતી. જ્યારે માતા બાળકીની શોધમાં જંગલ તરફ ગઈ ત્યારે તેને તેની બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. આ પછી મહિલા તેના પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચી અને કેસ દાખલ કર્યો હતો. પોલીસે તૈયારી બતાવતા આરોપી યુવકોની ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, બંને આરોપીઓ પરિણીત છે. બાળકીની સારવાર દિલ્હી AIIMSમાં ચાલી રહી છે.
ઘટના દિલ્હીના ફતેહપુર બેરી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં રહેતી મહિલા પોતાની બાળકી સાથે દુષ્કર્મની ફરિયાદ લઈને પહોંચી હતી. મહિલાએ પોલીસને જણાવતા કહ્યું હતું કે, તેની ત્રણ વર્ષની બાળકી શુક્રવાર સવારથી ગુમ હતી. ઘણી શોધખોળ બાદ પણ દીકરી વિશે કંઈ જ જાણકારી મળી ન હતી. આ દરમિયાન તેની પાડોશમાં રહેતી મહિલાએ જણાવ્યું કે, દીકરી જંગલમાં છે અને તે રડી રહી છે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે તેણે જંગલમાં બે યુવકોને પણ જોયા છે.
મહિલાના કહેવા પ્રમાણે, જ્યારે તે જંગલમાં પહોંચી તો તેણે જોયું કે તેની બાળકી લોહીલુહાણ હાલતમાં હતી. આ બાદ મહિલાએ તેના પતિને ઘટનાની જાણ કરી અને બાળકી સાથે પોલીસ સ્ટેશન પહોંચી. દુષ્કર્મની ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે માસૂમનું AIIMSમાં મેડિકલ કરાવ્યું અને હવે તેની સારવાર ત્યાં ચાલી રહી છે.
ઘટનાની માહિતી મળતાં જ ફતેહપુરી બેરી પોલીસ સ્ટેશને તૈયારી બતાવી ઘટનાસ્થળે પહોંચી હતી. પછી આસપાસના લોકો પાસેથી પૂછપરછ કરી. યુવકોની ઓળખ એમપીના સિધી જિલ્લાના નારો ગામના રહેવાસી 27 વર્ષીય રામનિવાસ અને સિધી જિલ્લાના ગીદ્વાર ગામના રહેવાસી 22 વર્ષીય શક્તિમાન તરીકે થઈ છે. પોલીસનું કહેવું છે કે બંને આરોપીઓ પરિણીત છે અને અહીં વેસ્ટ રિસાયક્લિંગ કંપની ભૂમિ ગ્રીનમાં કામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.