ગંગા શુદ્ધિકરણ માટે ઉપવાસ પર બેઠેલા સંત ગોપાળ દાસ ગૂમ થઇ ગયાનાં સમાચાર આવ્યા છે. તેઓ રિષિકેશ સ્થિત આશ્રમમાં રહે છે. ગંગા નદીની આસપાસ બની રહેલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે ગોપાલ દાસ ગયા અઠવાડિયે ઉપવાસ પર બેઠા હતા. ગોપાલ દાસ ગૂમ થતા તેમના માતાએ પણ અન્નજળનો ત્યાગ કર્યો છે.
ગોપાલ દાસનાં 60 વર્ષનાં માતા શકુંતલા દેવીએ જણાવ્યું કે, મારો દિકરો ગંગાના શુદ્ધિકરણ માટે ઉપવાસ પર બેઠો હતો. મેં પણ અન્નજળનો ત્યાગ કર્યો છે. હું સરકાર પાસેથી જાણવા માંગુ છુ કે મારો દિકરો ક્યાં ગયો ? હું ઇચ્છુ છુ કે, ગંગા નદીને શુદ્ધ કરવા માગે ગંગા એક્ટ લાવો”.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોપાલ દાસ એ જ આશ્રમમાં રહે છે જે આશ્રમમાં પર્યાવરણવિદ જી.ડી અગ્રવાલ રહેતા રહેતા. જી.ડી અગ્રવાલે ગંગા નદીનાં શુદ્ધિકરણ માટે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા અને 112 દિવસમાં દિવસે તેમનુ નિધન થયું હતું. ગંગા નદીને બચાવવા માટે તેઓ શહિદ થયા.
આ આશ્રમનાં અધિપતિ સ્વામી શિવાનંદે પત્રકારોને જણાવ્યું કે, ગોપાલ દાસને ઉત્તરાખંડ પોલીસ 4 ડિસેમ્બરે પકડી ગઇ છે અને સરકારની દૂન મેડિકલ કોલેજમાં રાખ્યા છે. ગોપાલ દાસનાં મિત્રોને શંકા છે કે, તેમની હત્યા થઇ ગઇ છે. અમને શંકા છે કે, તેમની હત્યા થઇ ગઇ છે. કેમ કે, એ સિવાય તેમના ગૂમ થવા પાછળ કોઇ કારણ નથી.”
આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર ગોપાલ દાસ છેલ્લે 6 ડિસેમ્બરનાં રોજ મેડિકલ કોલેજમાંથી નિકળતા દેખાય છે.
મૈત્રી સદન આશ્રમનાં સંતો ગંગા નદીનાં શુદ્ધિકરણ માટે લડી રહ્યા છે. જી.ડી અગ્રવાલ પણ આ જ આશ્રમમાં રહેતા હતા. જી.ડી અગ્રવાલ એન્જિનિયરીંગ કોલેજનાં પૂર્વ અધ્યાપક હતા.
સરકાર હવે ગંગા એક્ટ લાવવા માંગે છે જેથી તેને પ્રદૂષિત થતી બચાવી શકાય. સંતો ગંગા નદીનાં કાંઠે આવી રહેલા હાઇડ્રોપાવરને વિરોધ કરે છે અને ગંગાને શુદ્ધ બનાવવા માટે માંગણી કરે છે.