દિલ્હી: આજકાલ દુષ્કર્મના બનાવો સતત વધી રહ્યા છે. હવસખોરો નાની નાની બાળકીઓને પણ હવસનો શિકાર બનાવતા હોય છે. ત્યારે પૂર્વ દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં બુધવારે રાત્રે 6 વર્ષની દલિત બાળકી પર શખસ દ્વારા ગેંગરેપ કર્યા હોવાની કરુણ ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસ દ્વારા બેમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પરિવારે પોલીસ પર FIR દાખલ કરવામાં આનાકાની કરવાનો આરોપ લગાવ્યો છે.
જે બાળકી હાલ સમજણી પણ થઈ નથી, તેના પર હવસખોરો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. દિલ્હીમાં રેપના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, થોડા દિવસ પહેલાં પણ દલિત બાળકી પર રેપની ઘટના સામે આવી હતી. એવામાં દિલ્હી હવે રેપનું પણ કેપિટલ બનતું જાય છે. આ બાળકીના એક સંબંધીએ કહ્યું,’ તે રડતાં-રડતાં ઘરે આવી હતી, હાથ તેના ફ્રોક સાથે બાંધી દીધા હતા. તેણે કહ્યું, તેને ઈજા પહોંચી છે. પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હતું. ફરીવાર પૂછવા પર બાળકીએ જણાવ્યું કે મારી સાથે બળજબરી થઈ છે. આ ઉપરાંત દુષ્કર્મીઓ દ્વારા પરિવાર ધમકી પણ આપવામાં આવી હતી.
બાળકીના પરિવારનો આરોપ છે કે, દિલ્હી પોલીસ FIR દાખલ કરવામાં આનાકાની કરી રહી હતી. તેમનું કહેવું હતું કે, આનાથી પરિવારની બદનામી થઈ જશે. જોકે, પોલીસનો દાવો છે કે ઘટના બાદ તરત જ FIR દાખલ કરવામાં આવી હતી. DCP પ્રિયંકા કશ્યપના જણાવ્યા અનુસાર,’બાળકીનું મોડી રાત્રે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેની સ્થિતિ હાલ ઠીક છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી નથી અને તેનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે. આ બાનવમાં 34 વર્ષના એક પડોશીની ધરપકડ કરવામાં આવી છે. અને આરોપી પરિણીત હોવાનું પણ સામે આવ્યું છે.
જે વિસ્તારમાં બળાત્કારની ઘટના બની છે ત્યાં દલિતોનાં ઘર ઓછા પ્રમાણમાં છે. તેમજ મોટા ભાગના લોકો દક્ષિણ ભારતના છે, જે લાંબા સમયથી ત્યાં રહે છે. સ્થાનિક લોકોના કહેવા અનુસાર બળાત્કારના આરોપીમાં ધરપકડ કરવામાં આવેલો આરોપી પણ દક્ષિણ ભારતીય જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.