ભાજપના ગુજરાત ના ધારાસભ્ય એ રાહુલ ગાંધીની ગલુડિયા સાથે સરખામણી કરી

ચૂંટણીપંચના ખૂબ જ કડક નિયમો હોવા છતાં રાજનેતાઓ દ્વારા વિવાદિત બયાન નો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. શનિવારે ગુજરાતના ભાજપ સરકારના એક મંત્રી એ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વિવાદીત ટિપ્પણી કરતા અભદ્ર શબ્દો નો ઉપયોગ કર્યો. નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધી સાથે સરખાવતાં મંત્રી ગણપત વસાવા રાહુલ ગાંધીને તુલના “કુતરા ના બચ્ચા” એટલે કે “ગલુડિયા” સાથે કરી. ભાજપના ધારાસભ્ય ના આવા નિવેદન બાદ તમામ લોકોએ તેની આલોચના કરી.

ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાએ શનિવારે ભાજપ દ્વારા આયોજિત એક સભામાં કહ્યું કે,” જ્યારે નરેન્દ્ર મોદી ઊભા થાય છે ત્યારે તે સિંહ જેવા લાગે છે અને રાહુલ ગાંધી ઊભા થાય ત્યારે કુતરા ના બચ્ચા ની જેમ પૂંછડી હલાવતા રહે છે. તેમને પાકિસ્તાન કે ચીન તરફથી કોઈ રોટલી આપશે તો કે બાજુ ચાલ્યા જશે.” જણાવી દઈએ કે ભારતભરમાં લોકસભા ચૂંટણીને લઇને આચારસંહિતા લાગુ છે અને આ સમયે વસાવાએ આવું નિવેદન આપ્યું છે. ચૂંટણીપંચ આવા અભદ્ર નિવેદનો આપતા નેતાઓને પ્રચાર કરતાં બેન કરી દે છે.

વસાવા ગુજરાતને વિજય રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી છે. વસાવાને પહેલા ગુજરાતના જ  ધારાસભ્ય રમેશ કટારા દ્વારા એક વિવાદિત નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. કટારા ના વીડિયોમાં તેઓ મતદાતાઓને ધમકાવતા દેખાઈ રહ્યા છે. કટારાને હજુ સુધી ચૂંટણીપંચ દ્વારા કોઈપણ નોટિસ આપવામાં નથી આવી.

ગણપત વસાવાએ આવુ નિવેદન પહેલી વખત નથી આપ્યુ.અગાઉ તેમણે ભાજપના એક કાર્યક્રમમાં બારડોલીમાં કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી જો એમ કહેતા હોય કે તે શિવજીના અવતાર છે તો કોંગ્રેસેના કાર્યકરોએ તેમને ઝેર પીવા આપવુ જોઈએ.બચી જાય તો માનીશું કે તેઓ શિવનો અવતાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *