સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે.
ત્યારે હવે ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને જનજીવન પહેલાની જેમ સારી રીતે શરુ થઇ ગયું છે. ત્યારે હજુ પણ કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ છે એટલે આપણે સૌએ સાવચેત રહેવાની જરૂર છે. ત્યારે સરકાર આગામી દિવસોમાં નવરાત્રી પર્વને લઈને મોટો અને મહત્વનો નિર્ણય લઇ શકે છે.
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં નવરાત્રી પર્વને લઈને શેરીમા ગરબા માટે છૂટછાટ મળી શકે છે. પરંતુ નવરાત્રીના પર્વ દરમિયાન પ્રસાદ વિતરણ પર પાબંધી લાગી શકે છે. જોવા જઈએ તો ખાસ કરીને પાર્ટી પ્લોટ, જાહેર મેદાન કે ક્લબમાં ગરબા માટે કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નહિ આવે તેવું લાગી રહ્યું છે. પરંતુ હવે આગામી સમયમાં કોરોનાની ગાઈડલાઈનને આધિન આગામી સમયમાં SOP તૈયાર કરવામાં આવશે.
ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આગામી સમયમાં કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને મહત્વના નિણર્યો લઇ શકે છે. જોવા જઈએ તો ખુલ્લા મેદાનમાં નવરાત્રી યોજવાની છૂટ સરકાર આપે તેવી શક્યતાઓ નહીવત દેખાઈ રહી છે. પરંતુ સરકાર આગામી દિવસોમાં મહત્વનો નિર્ણય કરીને શેરી ગરબામાં છૂટછાટ મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.