ફરી એક વખત કાયદાના રક્ષકો જ બન્યા ભક્ષક, ફટાકડા ફોડી જન્મદિવસની મહેફિલ માણતા પોલીસકર્મીઓનો વિડીઓ વાયરલ

જોવા જઈએ તો 26 તારીખના રોજ સુરતના સિંગણપુર વિસ્તારમાં એક પોલીસકર્મીને વિદાય સમારંભ નો વિડીયો વાયરલ થયો હતો. આ વિદાય સમારંભ નો વિડીયો સોશિયલ મીડિયામાં…

જોવા જઈએ તો 26 તારીખના રોજ સુરતના સિંગણપુર વિસ્તારમાં એક પોલીસકર્મીને વિદાય સમારંભ નો વિડીયો વાયરલ થયો હતો. આ વિદાય સમારંભ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં સિંગણપુર ના પી.આઈ એસપી સલૈયા પોતાનો વિદાય સમારંભ હોવાથી રાત્રી કર્ફ્યુ માં પણ આ વિદાય સમારંભ યોજી રહ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે ઘણા લોકો આ વિદાય સમારંભમાં હાજર છે. તો સવાલ એ ઉઠે છે કે શું કાયદાના રક્ષકો જ કાયદાનું ઉલ્લંઘન કરશે? આ સમગ્ર ઘટનાને જોતા સુરતના પોલીસ કમિશનરે સિંગણપુર ના પી.આઈ એસ.પી સલૈયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ત્યારે આ સમગ્ર મામલા વચ્ચે એક પોલીસકર્મીની મહેફિલ નો વાયરલ વીડિયો સામે આવી રહ્યો છે. આ વિડીયો માં પૂર્વ કચ્છના અમુક પોલીસકર્મીઓ બર્થ ડે પાર્ટી ઊજવી રહ્યા છે. આ વિડીયો વાયરલ થતાની સાથે જ પૂર્વ કચ્છ ના એસપી એ તાત્કાલિક અસરથી આ ચાર કોન્સ્ટેબલની બદલી કરી નાખવામાં આવી છે. સાથે આ વાયરલ થઇ રહેલા વિડિયો ના મામલે ખાતાકીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઉલ્લેખનીય એ છે કે કોરોના ની આ મહામારી વચ્ચે પોલીસ કર્મીઓ LCB ના એક કોન્સ્ટેબલની બર્થડે પાર્ટી ઊજવી રહ્યા છે. આ બર્થ ડે પાર્ટીમાં નથી કોઈએ માસ્ક પહેર્યા એ નથી સામાજિક અંતર જળવાયેલું. જ્યારે એક પ્રશ્ન ઉભો થાય છે કે શું કાયદાના રક્ષકો જ જો કાયદાનું ઉલ્લંઘન કરશે તે કેટલું યોગ્ય?

વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે પોલીસ કર્મીઓ ડીજેના તાલ સાથે અને ફટાકડા ફોડીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. હાલમાં આ ચાર કોન્સ્ટેબલ જેમ કે બાલુભાઇ નાગાજણભાઇ, રામદેવસિંહ બહાદુરસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ રતનલાલ પુરોહિત, પ્રવીણભાઈ નારાયણભાઈ ની તાત્કાલિક બદલી કરી નાખવામાં આવી છે અને આ ઘટના વિશે ની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *