CNG Gas Price Hike: હાલમાં ગુજરાત ગેસ કંપનીએ 2024ના ક્વાર્ટરમાં 409 કરોડનો નફો કર્યો છે.ત્યારે આ અંગે દર્શન નાયકે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ગેસની(CNG Gas Price Hike) નફાખોરી અટકાવવા માટેના પ્રયાસો બધાએ મળીને જ કરવા જોશે. તેમજ પ્રાઇઝ કંટ્રોલ ઓથોરિટી બનાવવા લડત ચલાવીશું.
ગુજરાત ગેસની નફાખોરી અટકાવવા કરી માંગ
ગુજરાત કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે,જણાવ્યું હતું કે, “ઇન્ટરનેશનલ માર્કેટમાં નેચરલ ગેસના ભાવો સતત ઘટયા છે.ગુજરાત ગેસ કંપનીએ 2024ના ક્વાર્ટરમાં 409 કરોડનો નફો કર્યો છે.ત્યારે ભાવો ઘટાડવાને બદલે વધારવાનો નિર્ણય કરી ગુજરાત સરકાર સુરત સહિત દક્ષિણ ગુજરાતનાં લાખો ગ્રાહકોને લૂંટવા માંગે છે.
આ ઉઘાડી લૂંટનો અમે વિરોધ નોંધાવીએ છીએ.ગ્રાહકોને સાથે રાખી કંપનીની ઉઘાડી લૂંટ સામે આંદોલન છેડીશું,કારણકે, ઇન્ટરનેશનલ માર્કેટમાં નેચરલ ગેસના ભાવો જ્યારે જ્યારે વધ્યા ગુજરાત ગેસે ભાવો વધાર્યા પણ 2024 માં સતત ઘટયા ત્યારે ઘટાડ્યા નથી.વીજ નિયમન પંચ (GERC)ની જેમ CNG /PNG ગેસના ભાવ નિયંત્રણ માટે હાઈકોર્ટનાં સિટી્ગ જજના અધ્યક્ષ પદ હેઠળની પ્રાઇઝ કંટ્રોલ ઓથોરિટી બનાવવા માંગ કરીએ છીએ,જેથી નફાખોરી અટકાવી શકાય.
સામાન્ય જનતા પર મોંઘવારીનો માર
આ સાથે જ દર્શન નાયકે જણાવ્યું હતું કે, આ અંગે કેન્દ્ર સરકારે કોઈને કોઈ પગલાં ભરવા ઝરૂરી છે. કારણકે આ કંપનીઓના કારણે સામાન્ય જનતાને માર પડી રહ્યો છે. એક તો દિવસેને દિવસે મોંઘવારીમાં વધારો થતો જાય છે. જો કે આવી નફાખોર કમ્પનીઓના નફામાં વધારો થતો જોવા મળે છે.
પરંતુ ખબર નહિ આ વાત સરકારના ધ્યાને કેમ નથી આવતી.એટલા માટે તો રાહુલ ગાંધી દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે, આ સરકાર ગરીબોની અથવા સામાન્ય જનતાની નથી પણ મોટા મોટા બિઝનેસમેનની છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App