સુરત(Surat): આપણે સૌ જાણીએ છીએ કે, મોંઘવારી(Inflation)ને કારણે સામાન્ય જનતા હેરાન-પરેશાન થઇ ગઈ છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર(Gas cylinder)ના ભાવમાં સતત વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. ત્યારે આમ આદમીને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે સુરતના પુણા(Puna) વિસ્તારમાં લોકોની સાથે છેતરપિંડી થઇ હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, શહેરના પુણા વિસ્તારની યોગેશ્વર સોસાયટીમાં ગેસ સિલિન્ડરમાં ગેસ ઓછોઆવ્યો હોવાથી સ્થાનિક લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ગેસ એજન્સીની ગાડીમાં ગેસ સિલિન્ડરમાં ઓછો આવતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
ગેસ સિલિન્ડરમાં ગેસ ઓછો આવવાને કારણે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવી મામલતદાર સહિતના અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે. સતત વધી રહેલી ભાવને કારણે લોકોને આ પ્રકારે ઓછો ગેસ આપવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ સોસાયટીના લોકોએ જાગૃતતા બતાવી અને આ ગેસ કૌભાંડને ખુલ્લું પાડવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.