વિશ્વ વિખ્યાત સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના નામે ધોરણ 8માં મુકાયો પાઠ- જાણો શું હશે આ પાઠમાં?

ગુજરાત(Gujarat): BAPS સંસ્થાના પૂર્વ વડા અને વિશ્વ વિખ્યાત સંત વિભૂતિ બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)ના નામ પર ધોરણ 8નાં પાઠ્યપુસ્તકમાં 8માં નંબરનો પાઠ આપવામાં…

ગુજરાત(Gujarat): BAPS સંસ્થાના પૂર્વ વડા અને વિશ્વ વિખ્યાત સંત વિભૂતિ બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)ના નામ પર ધોરણ 8નાં પાઠ્યપુસ્તકમાં 8માં નંબરનો પાઠ આપવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ધોરણ 8ના ગુજરાતીના પાઠ્યુસ્તકમાં પ્રમુખસ્વામી મહારાજનું ચેપ્ટર નથી. પરંતુ આ ચેપ્ટર ગોયલ પ્રકાશન દિલ્હીની મેઘધુષ્ય નામની બુકમાં છે જેનો ઉપયોગ ગુજરાત સરકાર નથી કરતી પરંતુ બીજી પ્રાઇવેટ શાળા દ્વારા કરવામાં આવે છે.

જાણો આ પાઠમાં શું હશે?
ધોરણ 8નાં પાઠ્યપુસ્તકમાં 8માં નંબરનો પાઠ પ્રમુખસ્વામી મહારાજ ઉપર જ છે. આ પાઠમાં સૌ પ્રથમ તો  પ્રમુખસ્વામી મહારાજના બાળપણ વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે પ્રમુખસ્વામી મહારાજના સાધુ જીવન અંગેની પણ અહીતી માહિતી આપવામાં આવી છે. સાથે સાધુજીવનમાં પદાર્પણ કરીને ટોપિક મુકવામાં આવ્યો છે.

વધુમાં આ પાઠમાં પ્રમુખસ્વામી મહારાજના જીવન દરમિયાન કરવામાં આવેલ અનેક કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે પ્રમુખસ્વામી મહારાજના પરિવાર વિશેની માહિતી પણ આપવામાં આવી છે. ધોરણ 8નાં પાઠ્યપુસ્તકમાં 8માં નંબરનો પાઠ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના નામ પરથી એટલા માટે આપવામાં આવ્યો છે કે, વિધાર્થીઓના અભ્યાસની સાથે સાથે બાળકોમાં સંસ્કારોનું પણ ચિંતન થાય.

ભવ્યથી ભવ્ય રીતે ઉજવાશે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ:
જણાવી દઈએ કે, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ તારીખ 15 ડિસેમ્બર 2022, ગુરુવારથી તારીખ 13 જાન્યુઆરી 2023, શુક્રવાર દરમિયાન અમદાવાદ ખાતે ધામધૂમપૂર્વક ઉજવાશે. તારીખ 13 જાન્યુઆરીએ આ મહોત્સવનો ચરમ સીમા સમો ‘શતાબ્દી જન્મ જયંતી દિન’ ઉજવાશે, જ્યારે દેશ-વિદેશના અસંખ્ય ભક્તો શતાબ્દી-વંદના દ્વારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ અર્પશે.

40 લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યા:
હાલમાં વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. દિલ્હી અને ગાંધીનગર સ્થિત બી.એ.પી.એસ સ્વામીનારાયણ અક્ષરધામના રચયિતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું જીવનસૂત્ર હતું – ‘બીજાના ભાલમાં આપનું ભલું છે, બીજાના સુખમાં આપનું સુખ છે’. આ જ જીવન ભાવના સાથે તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન 40 લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યા હતા.

પ્રમુખ સ્વામી મહારાજે 1100 થી વધુ મંદિરો બનાવ્યા:
બીએપીએસ પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાત કેન્દ્રિત સંસ્થાને વિશ્વ ફલક પર ફેલાવી. તેમણે નવી દિલ્હી અને ગુજરાતના ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરો સહિત 1100 થી વધુ હિન્દુ મંદિરો બનાવ્યા. તેમણે બીએપીએસ દાનના પ્રયત્નોને પણ આગળ ધપાવ્યો હતો, જે બીએપીએસ સાથે સંકળાયેલ સેવાભાવી સેવા સંસ્થા છે. મહંત સ્વામી મહારાજ એ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ અને પ્રમુખ તરીકે મુકવામાં આવ્યા છે.

વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજે દિલ્હી અને ગાંધીનગરમાં અજાયબી સમા અક્ષરધામ સર્જી સમાજને તેની ભેટ આપી. સમગ્ર વિશ્વ એ તેના દર્શન કરી વખાણ કરાયા છે. તે સમાજ ને કાયમ પ્રેરણા આપતા રહેશે. આ ઉપરાંત તેમને 1100થી વધારે મંદિરોનું સર્જન કર્યું છે. જેમાંથી આજે આખું વિશ્વ પ્રેરણા પ્રાપ્ત કરી રહ્યું છે અને સમાજને અધ્યાત્મની રાહ ચીંધી છે.

માનવતા પ્રત્યેની તેમની કરુણામાંથી, તેમણે 17,000 થી વધુ ગામડાઓ, શહેર અને શહેરની મુલાકાત લીધી છે અને ભારત અને વિદેશમાં 250,000 થી વધુ ઘરોને પવિત્ર કર્યા છે. તેમણે 700,000 થી વધુ પત્રો વાંચ્યા અને જવાબ આપ્યો છે, અને 810,000 થી વધુ લોકોની વ્યક્તિગત સલાહ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *