ઉત્તર પ્રદેશમાં 4 હાથ અને 4 પગવાળા બાળકનો જન્મ થતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો હતો. એકસાથે ચાર ચાર હાથ પગ સાથે જન્મેલું આ બાળક સ્વસ્થ છે. આ બાળકના જન્મ બાદ લોકો તેને કુદરતનો ચમત્કાર ગણાવી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકોએ બાળકની તુલના ‘ભગવાનના પુનર્જન્મ’ સાથે કરી.
ડોક્ટરે જણાવતા કહ્યું કે, આ જોડિયા બાળક છે, પરંતુ બીજા બાળકનું શરીર યોગ્ય રીતે વિકાસ પામી શક્યું નથી, જેના કારણે એક શરીરમાં બે હાથ અને બે પગ સાથે બાળકનો જન્મ થયો છે. ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના શાહબાદ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ગયા અઠવાડિયે નવજાતનો જન્મ થયો હતો. જન્મ સમયે બાળકનું વજન લગભગ 3 કિલો હતું. 2 જુલાઈએ જ્યારે બાળકની માતા કરીનાને લેબર પેઈન શરૂ થયો ત્યારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં તેણે 2 જુલાઈએ આ બાળકને જન્મ આપ્યો.
જન્મ પછી બાળકના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ બાળકના જન્મની જાણ આસપાસના વિસ્તારમાં ફેલાઈ જતાં લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. શાહબાદ સીએચસી સેન્ટરની સ્ટાફ નર્સ રીમા દેવી વર્માના પ્રયાસો બાદ માતા અને બાળક બંને સ્વસ્થ છે. બાળકને સારવાર માટે શાહબાદથી હરદોઈ અને પછી લખનઉ મોકલવામાં આવ્યો હતો.
મેડિકલ ઓફિસર ડો. રમેશ એ જણાવ્યું કે, ‘માતાના ગર્ભમાં બે બાળકોનો ઉછેર થઇ રહ્યો હતો, પરંતુ એક બાળકનું શરીર સરખી રીતે વિકાસ પામી શક્યું નહી, જેના કારણે બાળકે આ રીતે જન્મ લીધો હતો.’ આ પહેલા પણ આવા ઘણા કેસો સામે આવ્યા છે, જેમાં ગર્ભમાં રહેલા બાળકના શરીરનો સરખો વિકાસ ન થતા ચાર હાથ અને પગ સાથે બાળક જન્મે છે. વર્ષની શરૂઆતમાં 17 જાન્યુઆરીએ, બિહારની એક હોસ્પિટલમાં 4 હાથ અને 4 પગવાળું બાળક નો જન્મ થયો હતો. ડિસેમ્બર 2021માં ગોપાલગંજમાં ત્રણ હાથ અને ત્રણ પગવાળા બાળકનો જન્મ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.