ગૌવંશને કતલખાને લઈ જતા અટકાવી રહેલા ગૌરક્ષક પર તસ્કરોએ ચડાવી દીધો ટેમ્પો -રુવાડા ઉભા કરી દેતી ઘટના 

હાલ વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન ફરીવાર એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે જેમાં વલસાડ ડુંગરી નજીક બામખાડી પાસે ગૌવંશને કતલખાને લઈ જતા અટકાવી રહેલા એક ગૌરક્ષકનું ગૌતસ્કરી વાળા ટેમ્પોની અડફેટે આવી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. પરંતુ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા હાર્દિક કંસારા દ્વારા 11 ગૌ વંશને બચાવી લેવામાં આવ્યા છે.

ગૌરક્ષકો અને પોલીસની ટીમ દ્વારા વલસાડના શંકર તળાવ નજીક આવેલ બામખાડીના પુલ પર ઓવર ટેક કરીને ટેમ્પો રોકવા ગૌરક્ષકોએ હાઇવે પરથી પસાર થતાં ત્રણ ટ્રકોને થોભાવી આડસ મૂકીને ફરાર થઇ રહેલા ટેમ્પોને રોકવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બેફામ બનેલા ગૌતસ્કરે ટેમ્પોને રોકવા રોડ પર ઉભેલા ગૌરક્ષક હાર્દિક કંસારા પર ચડાવી તેનું કમકમાટી ભર્યું મોત નીપજાવ્યું હતુ.

મોકો મળતા જ ગૌતસ્કર ટેમ્પો મૂકી અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં ગૌરક્ષા કરવા નીકળેલા ગૌરક્ષકનું મોત નીપજયું હોવાની જાણ થતા જ વલસાડ પોલીસ દોડતી થઈ ગઈ હતી. જાણવા મળ્યું છે કે, મૃતક ગૌરક્ષક હાર્દિક કંસારા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા થાય છે.

જેન લઈને સમગ્ર મામલો વધુ ગરમાયો હતો અને વહેલી સવારથી જ વલસાડ જિલ્લા પોલીસવડા રાજદીપસિંહ ઝાલા, એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા વરસતા વરસાદમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બનેલા આ બનાવના ઘટનાસ્થળની મુલાકાત લેવામ આવી હતી અને ફરાર થઈ ગયેલા ગૌતસ્કરોને ઝડપવા તપાસ શરૂ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, વલસાડના ધરમપુર તાલુકાના બારસોલગામથી કેટલા ગૌતસ્કરો એક ટેમ્પોમાં ગાયો અને બળદો ભરીને કતલખાને લઇ જઈ રહ્યા હોવાની બાતમી વલસાડ જિલ્લાના ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓના એક સંગઠનને પ્ર્રાપ્ત થઇ હતી. આથી વાપીના કેટલાક ગૌરક્ષકો અને જીવદયાપ્રેમીઓ ધરમપુર પહોંચ્યા હતા અને ધરમપુરના ગૌરક્ષક એવા હાર્દિક કંસારા અને તેમના અન્ય સાથીઓ સાથે ગૌતસ્કરોના ટેમ્પાનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન ટેમ્પોમાં ગૌવંશ ભરીને ફરાર થઇ રહેલા આરોપી દ્વારા ટેમ્પોને અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ભગાવી મૂકવામાં આવ્યો હતો.

ત્યારબાદ વલસાડના ધરમપુર ચોકડી પર મોડી રાત્રે પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમને પણ ઘટનાની જાણ થતાં જ ગૌરક્ષકો અને પોલીસની ટીમ દ્વારા ટેમ્પોનો પીછો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે ટેમ્પો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર સુરત તરફ ભગાવ્યો હતો અને ત્યારબાદ વલસાડના સોનવાડા નજીકથી યૂ ટર્ન મારી ટેમ્પો પરત વલસાડ તરફ વાળ્યો હતો. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર મોડી રાત્રે ગૌતસ્કરો અને પોલીસની સાથે ગૌરક્ષકોની ટીમ વચ્ચે પકડદાવના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

મળતી માહિતી મુજબ, 17 જૂનની મોડી રાત્રે ગૌવંશની તસ્કરી થવાની હોવાની ચોક્કસ બાતમી મળતા વલસાડના ગૌરક્ષક હાર્દિક કંસારા અને તેની ટીમ ડુંગરી વિસ્તારમાં વોચ પર બેઠા હતા. આ દરમિયાન બાતમી વાળો ટેમ્પો નંબર MH-04-FD-2714 આવતા ગૌરક્ષકોએ તેને અટકાવવાનો ઈશારો કરતા ટેમ્પોચાલક દ્વારા ટેમ્પો ઉભો ન રાખતા ભાગવા જતા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા હાર્દિક કંસારાને ટેમ્પાએ અડફેટે લીધા હતા અને હાર્દિકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *