ગૌતમ અદાણીએ ઈલોન મસ્કને પાછળ છોડી દીધા, 24 કલાકમાં કરી અધધધ… આટલી કમાણી

Gautam Adani Net Worth: અબજોપતિ ગૌતમ અદાણી માટે છેલ્લા કેટલાક દિવસો શાનદાર રહ્યા છે અને તેમની સંપત્તિમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અદાણી…

Gautam Adani Net Worth: અબજોપતિ ગૌતમ અદાણી માટે છેલ્લા કેટલાક દિવસો શાનદાર રહ્યા છે અને તેમની સંપત્તિમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. અદાણી ગ્રૂપના ચેરમેન (Gautam Adani Net Worth)ની નેટવર્થમાં એક જ દિવસમાં 12.3 અબજ ડોલર અથવા લગભગ રૂ. 1,91,62,33,50,000 નો વધારો થયો છે. આ સાથે અદાણી એક દિવસમાં સૌથી વધુ કમાણી કરવાના મામલે નંબર 1 અબજોપતિ બની ગયા છે.

અદાણીની નેટવર્થમાં વધારો(Gautam Adani Net Worth)

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, સોમવારે ગૌતમ અદાણીએ એક જ દિવસમાં $4 બિલિયનથી વધુની કમાણી કરી હતી, જ્યારે મંગળવારે તેમણે માત્ર 24 કલાકમાં જ $12.3 બિલિયનની કમાણી કરી હતી. એક દિવસમાં અદાણીની કમાણીનો આ આંકડો એલોન મસ્કથી લઈને બર્નાર્ડ આર્નોલ્ટ સુધીના ટોપ-3 અબજોપતિઓની કમાણી કરતાં પણ વધુ છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા એક દિવસમાં એલોન મસ્કની સંપત્તિમાં 2.25 અબજ ડોલરનો વધારો થયો છે, જેફ બેઝોસની સંપત્તિમાં 1.94 અબજ ડોલર અને બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિમાં 2.16 અબજ ડોલરનો વધારો થયો છે.

હવે અમીરોની યાદીમાં 15મા સ્થાને 

સંપત્તિમાં આટલા મોટા વધારા બાદ ગૌતમ અદાણીનું કદ વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં વધુ વધી ગયું છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે, તે અમીરોની યાદીમાં 4 સ્થાનની છલાંગ લગાવીને 20માં સ્થાનેથી સીધા 16માં સ્થાને પહોંચી ગયો હતો. તેમની સંપત્તિ હવે વધીને $82.5 બિલિયન થઈ ગઈ છે અને આ વધારાને કારણે, અદાણી ગ્રૂપના ચેરમેન હવે વિશ્વના 15મા સૌથી ધનિક વ્યક્તિ (અદાણી વર્લ્ડના 15માં ધનિક) બની ગયા છે.

અદાણી ગેસનો શેર 18% વધ્યો(Gautam Adani Net Worth)

ગૌતમ અદાણીની નેટવર્થમાં આ જંગી ઉછાળો તેમની કંપનીઓના શેરમાં સતત વધારાને કારણે જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ 10 કંપનીઓના સ્ટોક રોકેટની ઝડપે ચાલી રહ્યા છે. બુધવારે પણ વધતો ચલણ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *