RR Kabel પર ઇન્કમટેક્સની રેડ એ કરાવ્યું રોકાણકારોને નુકસાન, જાણો શેરમાં કેટલો થયો ઘટાડો

અમદાવાદ: આવકવેરા વિભાગે (Income Tax raid at RR Kabel) આજે વહેલી સવારે આરઆર કાબેલ, આરઆર ગ્લોબલ કંપનીના અમદાવાદ, વડોદરા, સુરત, સિલ્વાસા, મુંબઈ અને ગ્રુપ કેપ્ટન રમેશ કાબરા સહિત અન્ય સ્થળોએ લગભગ 40 જગ્યાઓ પર સર્ચ કરવાનું શરૂ કર્યું હતું. RR કાબેલની મુખ્ય ઓફિસ વડોદરાના એલેમ્બિક રોડ પર આવેલી છે, જ્યારે ફેક્ટરી વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી છે. તેથી મુખ્ય સર્ચ ઓપરેશન વડોદરામાં ચાલી રહ્યું છે. શોધખોળ કેટલાક દિવસો સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. અને આ સર્ચ ઓપરેશન માં વિભાગને વાંધાજનક હિસાબો પણ મળ્યા હોવાની માહિતી સામે આવી છે,

વાયર અને કેબલ ઉત્પાદકનો સ્ટોક 20 સપ્ટેમ્બરે બજારમાં પ્રવેશ્યા પછી 37 ટકા વધ્યો છે. આરઆર કાબેલનો સ્ટોક 29 નવેમ્બરના રોજ 2 ટકાથી વધુ તુટ્યો હતો અને સમગ્ર દેશમાં તેની ઓફિસો પર ઇન્કમ ટેકસ સર્ચના અહેવાલો બહાર આવ્યા હતા. આ વાયર અને કેબલ ઉત્પાદકનો સ્ટોક બેન્ચમાર્ક સેન્સેક્સમાં 4 ટકાના વધારા સામે પાછલા મહિનામાં 20 ટકા વધ્યો હતો. બજાર પર નજર રાખતી સંસ્થા મનીકંટ્રોલ અનુસાર આરઆર કાબેલનો સ્ટોક 29 નવેમ્બરના રોજ 2 ટકાથી વધુ ઘટ્યો હતો.

તાજેતરમાં લીસ્ટ થયેલા RR Kabel આરઆર કાબેલ વાયર અને કેબલ બનાવે છે. જેનો ઉપયોગ પેનલ્સ, કેબિનેટ અને મશીનોમાં થાય છે. તે સ્વીચગિયર્સ, રિલે, કંટ્રોલર, સાધનો અને જોખમ-સંભવિત વિસ્તારો માટે નિયંત્રણ એકમો સાથે આંતરિક વાયરિંગ પણ બનાવે છે.

કંપની પાસે પાંચ ફેક્ટરી છે.  ગુજરાતમાં વાઘોડિયામાં કેબલ અને વાયર એકમો અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સિલ્વાસામાં, બેંગલુરુમાં કોમર્શિયલ લાઇટિંગ પ્લાન્ટ અને ઉત્તરાખંડમાં રૂરકીમાં FMEG યુનિટ અને હિમાચલ પ્રદેશમાં ગાગ્રેટમાં પણ RR Kabel ના યુનિટ આવેલા છે. ઉલ્લેખ્નીય છે કે આજે વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ, મુંબઈ સહિત 40થી વધુ જગ્યા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે.

મળતી માહિતી અનુસાર કંપનીના પ્રથમ શિફટના કર્મચારીઓને વડોદરામાં સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલી હેડ ઓફિસમાં મોબાઈલ ફોન વગર કંપનીના ઓડિટોરિયમમાં લઈ જવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગના 15 માણસો પોલીસ બંદોબસ્ત સાથે હેડ ઓફિસ ખાતે આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા. કંપનીની વાઘોડિયા સ્થિત ફેક્ટરીમાં લગભગ એક હજાર કર્મચારીઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *