ગે કપલને થઈ 100 વર્ષની સજા: કૃત્ય સાંભળી તમારું લોહી પણ ઉકળી જશે

Gay Couple News: અમેરિકાના જોર્જિયાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંયાની એક અદાલતે એક ગે(GAY) કપલને 100 વર્ષ જેલની સજા સંભળાવી છે. હવે તે આખી જિંદગી જેલમાં જ વિતાવશે કારણ કે જજ એ અપરાધીઓની ગંભીરતાને જોતા પેરોલ (Gay Couple News) પણ આપવામાં ન આવે તેવી સજા સંભળાવી છે. જ્યારે તમે આ ગે કપલના કારનામા સાંભળશો તો તમારું પણ લોહી ઉકળી જશે.

34 વર્ષીય વિલિયમ અને 36 વર્ષ જાચરી લોકોજ એ એક સુખી ઘરની આડમાં બાર અને દસ વર્ષના બે બાળકોને પાલનપોષણ માટે ખોળે બેસાડ્યા હતા, પરંતુ હકીકતમાં તેઓ આ બાળકોનું યૌન શોષણ કરી રહ્યા હતા. આટલું જ નહીં, આ હેવાનો એ બાળકોના અશ્લીલ વીડિયો પણ રેકોર્ડ કર્યા અને મિત્રોને વેચ્યા પણ હતા.

આવી રીતે પકડમાં આવ્યું ગે કપલ
આ મામલો જુલાઈ 2022માં ત્યારે સામે આવ્યો ત્યારે જોર્જિયા ન્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ની એક યુનિટ ને નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇડ ચિલ્ડ્રન પાસેથી એક ગુપ્ત માહિતી મળી હતી. આ સૂચના google એકાઉન્ટ સાથે જોડાયેલા આઈપી એડ્રેસ દ્વારા બાળકોના અશ્લીલ વિડિયો અપલોડ કરવા માટેની હતી.

ઘરમાં મળેલા ફૂટેજ જોઈ અચંબિત થઈ ગયા અધિકારીઓ
ત્યારબાદ વોલ્ટન કાઉન્ટી પોલીસે જે કપલના ઘરમાં રેડ કરી અને તપાસ દરમિયાન જે વિડીયો ફૂટેજ મળ્યા તેને જોઈ અધિકારીઓ પણ હચમચી ગયા હતા. રિપોર્ટ અનુસાર આ કપલના ઘરેથી પોલીસને 7 TB થી પણ વધારે ડિજિટલ ડેટા અને ફોનમાંથી ફોટો અને અશ્લીલ વિડીયો મળ્યા હતા.

હાઉસ ઓફ હોરર
કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે જરૂરિયાત મંદ બાળકોને ખોળે બેસાડવાની પ્રક્રિયામાં કોઈ ભૂલચૂક થઈ હશે. પરંતુ તેની આડમાં જે કોઈ તેનું યૌન શોષણ કરે છે તેઓને ક્યારેય માફ કરવામાં નહીં આવે. તેઓને આ પ્રકારે જ સજા કરવામાં આવશે. કોર્ટે આ કપલના ઘરને હાઉસ ઓફ હોરર ગણાવ્યું હતું.