હાલમાં એક એવાં સમાચાર સામે આવી રહ્યાં છે કે, જેને જાણીને તમને કદાચ આંચકો લાગી જશે. બ્રિટનમાં ફક્ત 8 સપ્તાહના એક બાળકને વિશ્વનું સૌથી મોંઘુ ઈન્જેક્શન લગાવવામાં આવ્યું હતું. તમે એવું વિચારી રહ્યા છો કે, એ માસૂમ બાળકને એવી કઈ બીમારી થઈ હતી. જેને કુલ 16 કરોડ રૂપિયાનું ઈન્જેક્શન લગાવવામાં આવ્યું હતું. આ બીમારીનું નામ ‘જેનેટિક સ્પાઈનલ મસ્કુલર એટ્રોફી’ એટલે કે SMA જણાઈ આવ્યું છે.
શું છે SMA બીમારી?
કુલ 16 કરોડ રૂપિયાનું એક ઈન્જેક્શન સાંભળતાની સાથે જ તમને લાગશે કે, આ વિશ્વમાં એવી પણ કોઈ બીમારી છે કે, જે કેન્સરથી પણ વધુ ભયંકર છે. જેની સારવાર પણ ખુબ મોંઘી છે. સૌપ્રથમ તો આપણે વાત કરીશું જેનેટિક સ્પાઈનલ મસ્કુલર એટ્રોફી કઈ પ્રકારની બીમારી છે તેમજ આ કેમ થાય છે?
આ બીમારી શરીરમાં SMN-1ની ઉણપથી થાય છે :
આ બીમારીને લીધે છાતીના સ્નાયુઓ નબળા થવા લાગે છે. આની સાથે જ શ્વાસ લેવામાં પણ ખુબ તકલિફ પડે છે. આ બીમારી મોટાભાગે બાળકોમાં જોવા મળે છે. તકલિફમાં વધારો થવાંની સાથે જ દર્દીનું મોત પણ થઈ જાય છે. બ્રિટનમાં આ બીમારી વધુ છે. અહીં અંદાજે દર વર્ષે આ બીમારી ધરાવતા કુલ 60 બાળકોનો જન્મ થાય છે.
શાં માટે આ બીમારીનું ઈન્જેક્શન વિશ્વનું સૌથી મોંઘું છે?
બ્રિટનમાં આ રોગથી સૌથી વધુ બાળકો પીડિત છે પણ અહીં આ બીમારીની દવા બનાવવામાં આવતી નથી. આ ઈન્જેક્શનનું નામ જોલગેનેસ્મા હોવાંનું સામે આવી રહ્યું છે. બ્રિટનમાં આ ઈન્જેક્શન સારવાર માટે અમેરિકા, જર્મની તથા જાપાનથી મંગાવવામાં આવે છે. આ બીમારીથી પીડિત દર્દીને આ ઈન્જેક્શન ફક્ત એક વખત આપવામાં આવે છે. જેને કારણે આ ઈન્જેક્શન આટલું મોંઘું છે.
જે બાળકને કુલ 16 કરોડ રૂપિયાનું ઈન્જેક્શન આપવામાં આવ્યું છે તેનું નામ એડવર્ડ છે. બાળકના માતા-પિતાએ આટલી મોંઘી સારવાર માટે ક્રાઉડ ફંડિંગથી પૈસા એકત્ર કરવા માટેનું અભિચાનની શરુઆત કરવામાં આવી છે. તેમને અત્યાર સુધીમાં કુલ 1.17 કરોડ રૂપિયાની મદદ મળી ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle