બરફથી ઢંકાઈ ગયેલ તળાવમાં ફસાયેલ હરણને અજાણ્યા વ્યક્તિએ સુરક્ષિત રીતે કાઢ્યું બહાર -જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક હ્રદય સ્પર્શી તથા લોકોને પેટ પકડી હસવા માટે મજબુર કરી દે એવાં કેટલાંક વિડીયો સામે આવતા હોય છે ત્યારે હાલમાં…

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક હ્રદય સ્પર્શી તથા લોકોને પેટ પકડી હસવા માટે મજબુર કરી દે એવાં કેટલાંક વિડીયો સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયેલ આવા જ એક વિડીયો વિશે જાણકારી સામે આવી રહી છે.

બરફથી જામ થઈ ગયેલા એક તળાવમાં ફસાઈ ગયેલ હરણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયા પછી હરણનો જીવ બચાવી એને નવું જવન આપનાર વ્યક્તિનાં લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક હરણ બરફથી જામ થઈ ગયેલા તળાવમાં ફસાઈ ગયું છે, તેને બહાર કાઢવા માટે એક વ્યક્તિ એને ધકેલી રહ્યો છે.

ધીરે-ધીરે ધકેલીને બરફમાંથી બહાર લાવ્યો :
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયો ક્લિપ શરૂ થતાંની સાથે જ એક વ્યક્તિ હરણને જામ થયેલી બરફના તળાવમાંથી ધકેલીને બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યો છે. આ વ્યક્તિ બરફથી બચવા માટે ધીરે-ધીરે ચાલી રહ્યો છે. જો કે, આ ઘટનાનો વીડિયો બનાવી રહેલ લોકો આ હાસ્યાપદ ઘટનાને લઈ હસી રહ્યા છે.

આ વ્યક્તિ જયારે હરણને લઈ કિનારા પાસે આવે છે ત્યારે હરણ ઉછળીને ઉભું થવા માટેનાં પ્રયાસ કરી રહ્યુ છે પરંતુ બરફમાં લપસી જવાને લીધે તે ભાગી શકતું નથી. જો કે, આ વ્યક્તિ સતત તેની મદદ કરી રહ્યો છે. છેવટે હરણ સુરક્ષિત રીતે બહાર નિકળી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *