અમેરિકામાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. આ વચ્ચે દેશના 16 રાજ્યોના 25 શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા છે. આ સ્થળોએ હજારો પ્રદર્શનકારીઓ અને વિરોધીઓ લુંટફાટ મચાવીને સરકારી સંપતિ સાથે ખાનગી સંપતિને નુકસાન પહોચાડી રહ્યા છે. આ પ્રદર્શન પાછળ જ્યોર્જ ફ્લોયડ નામના અશ્વેત અમેરિકી આફ્રિકી નાગરિકના પોલીસની બર્બરતાથી થયેલ મોત જવાબદાર છે.
અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનેપોલિસ શહેરમાં પોલીસની કસ્ટડીમાં અશ્વેત ફ્લોયડનું મોત થયા બાદ 30 જેટલા શહેરમાં પ્રદર્શન થઈ રહ્યું છે. આ વ્યક્તિના નામે એક વિડીયો પણ વાઈરલ થયો છે. જે બાદ આ હિંસા ભડકી હતી. અશ્વેત જ્યોર્જ ફ્લોયડની વેદનાભર્યા મૃત્યુની ઘટનામાં શુક્રવારે મિનેપોલિસ પોલીસના અધિકારી ડેરેક ચૌવિન પર થર્ડ-ડિગ્રી હત્યા અને હત્યાનો ગુનો ધવામાં આવી નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે..
“I can’t breathe.”
A Black man in Minneapolis died after pleading for his life as a white officer knelt on his neck. He was later identified as #GeorgeFloyd. pic.twitter.com/CNE3LhDSo9
— AJ+ (@ajplus) May 26, 2020
આ બાબતે વ્હાઈટ હાઉસના ટ્વીટર થી ડોનાલ્ડ ટ્રમ્પએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “મારી સરકાર હંમેશાં હિંસા, માયહેમ અને અવ્યવસ્થા સામે ઉભા રહેશે. અમે જ્યોર્જ ફ્લોઈડના પરિવાર સાથે, શાંતિપૂર્ણ વિરોધ કરનારાઓ સાથે, અને કાયદા-પાલન કરતા દરેક નાગરિકની સાથે, જે નમ્રતા, શિક્ષિતતા, સલામતી અને સલામતી ઇચ્છે છે તેની સાથે ઉભા રહીશું. ”
“My Administration will always stand against violence, mayhem, and disorder.
We will stand with the family of George Floyd, with the peaceful protestors, and with every law-abiding citizen who wants decency, civility, safety, and security.” pic.twitter.com/Wxk6qmBR69
— The White House (@WhiteHouse) May 30, 2020
અમેરિકાના વોશિંગ્ટન, વિસ્કોન્સિના, કેલિફોર્નિયા, કોલોરાડો, ફ્લોરિડા, જ્યોર્જિયા, ઈલિનોય, કેન્ટકી, મિનેસોટા, ન્યૂયોર્ક, ઓહાયો, ઓરેગન, પેન્સિલ્વેનિયા, સાઉથ કેરોલિના, ટેનેસી, ઉટાહ રાજ્યોમાં હિંસાના દ્રશ્યો સર્જાયા છે આ રાજ્યોના 25 જેટલા શહેરોમાં કરફ્યું લાદી દેવાયો છે.
એવું નથી કે તોફાની તત્વો તોડફોડ કરી રહ્યા છે. અમુક સ્થાનોએ ગાંધીગીરી જેવા દ્રશ્યો પણ સર્જાયા છે. અમુક શાંત પ્રદર્શનકારીઓએ પોલીસ પર થતા હુમલા અટકાવવા માનવ સાંકળ રચીને પોલીસને પણ બચાવી હોવાના દ્રશ્યો પણ સર્જાયા હતા. તો અમુક જગ્યાએ અસામાજિક તત્વોએ આ તોફાનનો લાભ લઈને અનેક સ્ટોર લુંટી લીધા હતા. જેના વિડીયો પણ વાઈરલ થયા છે.
This officer got separated from other officers and this group of protesters created a human shield to protect him.
Be the change you want to see. pic.twitter.com/bW47DIQJi6
— Michael James Coudrey (@MichaelCoudrey) May 30, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news